અમરેલીમાં માનવભક્ષી દીપડો આખરે ઝડપાયો , લોકોને રાહત મળી

અમરેલીમાં માનવભક્ષી દીપડો આખરે ઝડપાયો છે. બાબાપુર ગામ નજીક કિશોરને ફાડી ખાધો હતો. લોકો દીપડાની અવરજવરથી ભયભીત થઈ ગયા હતા. વનવિભાગ દ્વારા ૨૪ કલાકથી શોધખોળ ચાલુ હતી, અંતે દીપડો પાંજરે પૂરાતા સફળતા મળી હતી.

અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો ત્રાસ હતો. અમરેલી જીલ્લામાં બાબાપુર ગામ નજીક દીપડાએ કિશોરને ફાડી કાધો હતો. દીપડાના સતત આંટાફેરા થવાથી બાળકોમાં પણ ભય ફેલાયો હતો. વનવિભાગે દીપડાને પકડવા પાંજરા મૂક્યા હતા. આખરે ૨૪ કલાકની સતત શોધખોળ બાદ દીપડો વનવિભાગના હાથે ઝડપાયો હતો. દીપડાને પાંજરે પૂરી એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો છે.

તિલકવાડાના તાલુકાના કામસોલી ગામે ખેતરમાં કામ કરી રહેલી મહિલા તેમજ એક કિશોર ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર માનવભક્ષી દીપડો આખરે તે ખેતરમાં જ મુકેલા પાંજરામાં ઝડપાઈ જતાં ગામલોકો તેમજ વનખાતાના અધિકારીઓએ રાહતની લાગણી અનુભવી હતી. કામસોલી ગામે રહેતી જયોત્સના પ્રવિણ તડવી અને તેની સાસુ કામસોલી ગામના જંગલ વિસ્તારનાં કપાસ વિણવા વહેલી સવારે ગયા હતાં. દરમિયાન જંગલમાંથી એકાએક ધસી આવેલા દીપડાએ હુમલો કરી જયોત્સનાને ગળેથી દબોચી લીધી હતી.