અમરેલી,
ચિતલ જિલ્લા પંચાયતના સદસ્ય સુરેશભાઈ ખીમજીભાઈ પાથરે ગત તા. ૧૧ના રોજ વરસડા ગામે નવનિમત મંદિરને હાઈવે સાથે જોડાણ પુલનું ખાતમુર્હુત કરવા દરમિયાન કરેલ ભાષણમાં પુલનું ખાત મુર્હુત જિલ્લા પંચાયત અમરેલીની ગ્રાંટમાંથી કરવામાં આવેલ હોવાનું જાહેર કરી આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યાની ફરિયાદ નોંધાવેલ છે.
મુળ મધ્યપ્રદેશનાં વતની કરમબેન લાલુભાઈ કટારીયા નામની ર૧ વર્ષીય પરિણીતા તેનાં કુટુંબ પરિવાર સાથે લીલીયા તાલુકાનાં મોટા કણકોટ ગામની સીમમાં મજૂરી કામ કરતા હોય. ત્યારે ગત તા. ૮/૧૧નાં ૭-૮ દિવસ પહેલા તેમના સબંધી ગણકર હીરૂએ પૈસાની લેતી-દેતી બાબતે માથાકૂટ કરી તેણીને માથામાં લાકડી મારી દેતા જે તે સમયે અમરેલી ખાનગી દવાખાને સારવાર માટે ખસેડાયેલ જયાંથી પોતાના વતનાં જતાં રહેલ હતા.ત્યારબાદ કરમબેનની તબીયત સારી નહી થતાં ગત તા. ૮/૧૧નાં રોજ તેણીને દાહોદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જયાંથી તા.૯/૧૧નાં રોજ તેણીને સયાજી હોસ્પિટલ વડોદરા ખાતે ખસેડવામાં આવેલ જયાં તેણીનું તા. ૧ર/૧૧ સાંજે અગમ્ય કારણોસર મરણ ગયેલ હોય.