અમરેલી,અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહના લટર મારતા વીડિયો વાયરલ થયા છે. આજે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં સિંહનો લટાર મારતો વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના ધારી શહેરના નવાપરા વિસ્તારમાં એક સિંહ આવી ચઢ્યાં હતાં. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. સિંહ શિકારના શોધમાં નીકળ્યાં હતો. સિંહનો વીડિયો સ્થાનિક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. બે દિવસમાં બે જેટલા મારણ કર્યાં છે.
સિંહ એ ભારતની શાન છે. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં અનેક વિસ્તારોમાં સિંહના વીડિયો સામે આવે છે. સિંહના શિકારનાં વીડિયો સામે આવે છે. અનેક વખત ગામડામાં આવી ચઢેલા સિંહનો વીડિયો સામે આવે છે. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે.
વન વિભાગ દ્વારા અવારનવાર લોકોને અપીલ કરવામાં આવે છે કે, વન વિસ્તારમાં જતા પ્રવાસીઓ જંગલમાં કચરોના ફેકવો તેમજ વન્ય પ્રાણી પશુ કે પક્ષીને કોઈ પણ પ્રકારનો ખોરાક ન આપવો જોઇએ. તેમજ વન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા અપીલ કરવામાં આવે છે. વન પ્રાણીઓને રંજાડવા જોઇએ નહીં