અમરેલી, અમરેલી જિલ્લા મા આજે બે લોકો ના મોત ની ઘટના બની હતી તેમા સાવરકુંડલા મા એક આઘેડ ને હાર્ટએટેક થી મોત થયું હતું જ્યારે અમરેલી ના ચાંદગઢ ગામે એક યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી આ બે ઘટનાઓથી એરરાટી ફેલાઈ હતી
અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે રહેતા જયપાલભાઇ ભરતભાઈ ખુમાણ ઉ. વ ૨૪ જે દીલુભાઇ ની વાડીએ વડના ડાળી સાથે દોરડુ બાંઘી અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી બીજી ઘટના સાવરકુંડલા ની આસોપાલવ સોસાયટી મા રહેતા વનરાજભાઇ આપાભાઇ જેબલીયા ઉ. વ ૫૨ જે ઘરની પાછળ હાર્ટએટેક આવતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યા તેમનુ સારવાર દરમિયાન મોત થયું હતું આ ઘટના ની જાણ પોલીસ મા થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.