- સવારે લગભગ ૯.૦૬ કલાકની આસપાસ અમરેલી પાસે ભૂકંપનો આંચકો.
અમરેલી,
સમગ્ર વિશ્ર્વમાં હાલમાં ભૂંકપના આંચકા નોંધાઈ રહ્યા છે. તાજેકરમાં તુર્કીયમાં ભૂકંપે મોટી તબાહી મચાવી છે. જે બાદ દેશમાં વિવિધ રાજ્યોમાં પણ ભૂંકપના આંચકા આવી રહ્યા છે. આ સાથે છેલ્લા કેટલાક સમયથી અમરેલી તેમજ સાવરકુંડલા વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે સવારના સમયમાં અમરેલીમાં ફરી ધરા ધ્રુજી ઉઠી હતી. આજે સવારે લગભગ ૯.૦૬ કલાકની આસપાસ અમરેલી પાસે ભૂકંપનો આંચકો આવતાં લોકો ફફડી ઉઠ્યા હતા. અને તરત ઘરની બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ વિસ્તારોના ગામડામાં ભૂકંપનો અનુભવ થયાની માહિતી નથી.
આજે સવારે લગભગ ૯.૦૬ કલાકની આસપાસ અમરેલી પાસે ભૂકંપનો આંચકો આવતાં લોકો ફફડી ઉઠ્યા હતા. વહેલી સવારે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૧ માપવામાં આવી હતી. અને આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી ૪૪ કિલોમીટર દુર નોંધાયું છે. મળતી માહિતી મુજબ હાલમાં આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે આર્થિક નુકશાનના કોઈ સમાચાર નથી. પરંતુ ભુકંપના આ આંચકાથી લોકોમાં ભય ફેલાયો હતો અને ઘરની બહાર દોડી આવ્યા હતા.
હજુ ગત ૧૯ ફેબ્રુઆરીએ જ અમરેલીમાં ભૂકંપનો આંચકો નોંધાયો અનુભવાયો હતો. જે સવારે ૧૧.૫૧ કલાકે નોધાયો હતો. જે બાદ આજે ફરી ૩.૧ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. જેથી લોકો ફફડી ઉઠ્યા હતા. અને તરત ઘરની બહાર દોડી આવ્યા હતા.ગત તા. ૯ ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં રાત્રે ૯ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા ૩.૦ જણાઈ હતી. કેન્દ્રબિંદુ ભચાઉથી ૨૪ કિ.મી દૂર હોવાનું પણ જાણવા મળ્યું હતું. ત્યારે આજે ફરીવાર કચ્છમાં બપોરે ૧ વાગ્યાને ૪૫ મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો છે. રિક્ટર સ્કેલ પર ૩.૦ની તીવ્રતા નોંધાઈ છે. જ્યારે તેનું કેન્દ્રબિંદુ દૂધઈથી ૧૯ કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે. ૧૧મી જાન્યુઆરીએ સવારે ૧૦.૫૭ વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ૨.૯ની તીવ્રતાનો ભૂકંપ આવતાં જ લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં. ભચાઉથી ૧૬ કિ.મી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યું હતું.
૧૦ ડિસેમ્બરે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. ભૂકંપનો આંચકો આવતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં ૨૦ સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપ આજે બપોરે ૪.૨૭ વાગે આવ્યો હતો.
વલસાડમાં ૧ ડિસેમ્બરે રિએક્ટર સ્કેલ પર ૩.૩ ની તીવ્રતાના ઉપરાઉપરી બે ભૂકંપો આવ્યા બાદ ૫મી ડિસેમ્બરે કચ્છના ખાવડાથી ૨૮ કિ.મી. ઉત્તરે સવારે ૪.૧૭ વાગ્યે ૩.૨નો ધરતીકંપ રાજ્યના સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયો હતો. કચ્છમાં મોટી ફોલ્ટલાઈન છે અને ત્યાં અવારનવાર ભૂકંપ આવતા હોય છે પરંતુ, ૫મીએ આવેલો ભૂકંપ જમીનથી માત્ર ૫.૯ કિ.મી. ઉંડાઈએ ઉદ્ભવ્યો હતો.
અમરેલી પંથકમાં ૧૭ ડિસેમ્બરે ભૂકંપના ઉપરાઉપરી ચાર હળવા આંચકા નોંધાયાનું સિસ્મોલોજીકલ સેન્ટરના સૂત્રોએ જણાવ્યું હતું. તેનું કેન્દ્રબિંદુ અમરેલીથી ૩૨થી ૪૪ કિ.મી. દૂર દક્ષિણ અને ઉત્તર બન્ને દિશામાં નોંધાયું હતું. અમરેલીથી અહેવાલ પ્રમાણે સાવરકુંડલા તાલુકાના મિતિયાળા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા ૨.૦ અને ૨.૨ નોંધાઈ છે અને તમામ આંચકા ધરતીની ઉપરી સપાટી પર ઉદભવ્યા હતા. પ્રાથમિક રીતે આ આંચકા ઉદભવવાનું કારણ ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર મનાય છે.