અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરી

વોશિગ્ટન,અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરી છે. કમલા હેરિસે ઈઝરાયેલને ગાઝામાં માનવતાવાદી સહાયની રકમ વધારવાની પણ અપીલ કરી છે. કમલા હેરિસે ગાઝાની સ્થિતિને પેલેસ્ટિનિયન લોકો માટે માનવીય આપત્તિ ગણાવી હતી.અલાબામાના સેલમામાં એક કાર્યક્રમમાં બોલતા કમલા હેરિસે કહ્યું હતું કે ’ગાઝામાં લોકો ભૂખ્યા છે અને ત્યાંની સ્થિતિ અત્યંત અમાનવીય છે. ઇઝરાયેલી સરકારે ગાઝાને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે તેના પ્રયાસો વધારવાની જરૂર છે અને આ માટે કોઈ બહાનું નહીં હોય.

રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈઝરાયેલની માંગ પર પણ હમાસે બંધકોના નામ જાહેર કરવાનો ઈક્ધાર કરી દીધો છે, જેના કારણે ઈઝરાયેલે યુદ્ધવિરામને લઈને વાતચીતથી પોતાને દૂર કરી લીધા છે. ઇજિપ્તની રાજધાની કૈરોમાં ક્તાર અને ઇજિપ્તની મયસ્થી હેઠળ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની વાતચીત ચાલી રહી હતી. જ્યારે કમલા હેરિસને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે આ સમજૂતી પર ચર્ચા થઈ રહી છે અને હમાસને આ સમજૂતી માટે સહમત થવું જોઈએ જેથી બંધકો તેમના પરિવારને મળી શકે અને ગાઝાના લોકોને પણ રાહત મળી શકે.

નોંધનીય છે કે અત્યાર સુધી અમેરિકા ઇઝરાયલ-હમાસ યુદ્ધ પર ખુલ્લેઆમ ઇઝરાયલનું સમર્થન કરે છે. અમેરિકાએ ઈઝરાયેલને હથિયારો પણ પૂરા પાડ્યા છે અને સ્પષ્ટપણે કહ્યું છે કે ઈઝરાયેલને પોતાની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જો કે હવે અમેરિકા પર પણ દબાણ વધી રહ્યું છે. ગાઝામાં યુદ્ધવિરામને લઈને આરબ દેશો અમેરિકા પર સતત દબાણ બનાવી રહ્યા છે. તે જ સમયે, બંધકોને મુક્ત કરવા માટે સ્થાનિક સ્તરે સરકાર પર દબાણ છે. આવી સ્થિતિમાં કમલા હેરિસના નિવેદનને પણ એ જ દબાણની રાજનીતિ સાથે જોડવામાં આવી રહ્યું છે. અમેરિકાએ ગાઝામાં માનવતાવાદી સહાયની રકમમાં પણ વધારો કર્યો છે અને યુદ્ધની શરૂઆત પછી પહેલીવાર અમેરિકાએ વિમાન દ્વારા ગાઝામાં ખોરાક અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડી હતી.