મને નથી લાગતું કે તે ડિપ્રેશનમાં હતો. હું તેના માટે પુત્ર જેવો હતો,ગોગીનો રોલ કરનાર

મુંબઇ, ‘તારક મહેતા’ શોના એક્ટર ગુરુચરણ સિંહ સોઢી લગભગ એક અઠવાડિયાથી ગાયબ છે. પોલીસ તેમને શોધી રહી છે. તેનું છેલ્લું લોકેશન દિલ્હીના ડાબરીમાં મળ્યું હતું. આવી સ્થિતિમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તેમના પુત્ર ગોગીનો રોલ કરનારા અભિનેતા સમય શાહની પ્રતિક્રિયા આવી છે.

તેણે કહ્યું છે કે, તેણે થોડાં મહિના પહેલા જ ગુરુચરણ સાથે વાત કરી હતી. લગભગ એક કલાકની આ વાતચીતમાં તેઓ ખૂબ જ ઉત્સાહિત હતા. ગુરુચરણ એક પંજાબી ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે.

સમયે કહ્યું, “મેં તેની સાથે ૪-૫ મહિના પહેલા ફોન પર વાત કરી હતી. લગભગ એક કલાક સુધી આ વાતચીત ચાલી અને તે મને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. અમે સપના વિશે પણ વાત કરી. હું તેને ખૂબ જ મિસ કરી રહ્યો હતો અને ખાસ કરીને જ્યારે અમે સાથે કામ કરતા ન હતા.

સમયે ગુરુચરણના ડિપ્રેશન વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે, જ્યારે તેઓએ વાત કરી ત્યારે તે ખુશ હતો. સમય હજુ પણ વિશ્ર્વાસ નથી કરી શક્તો કે લોકો કહે છે કે તે ડિપ્રેશનમાં હતો. તેમના મતે ગુરુચરણ એવી વ્યક્તિ નથી. પરંતુ તમે કંઈપણ અનુમાન કરી શક્તા નથી.

સમયે આગળ કહ્યું, “તે ખૂબ જ સ્વીટ અને કાઈન્ડ હતા. તે સ્વસ્થ પણ હતા. મારી તબિયત વિશે સતત પૂછપરછ કરતો. મને નથી લાગતું કે તે ડિપ્રેશનમાં હતો. હું તેના માટે પુત્ર જેવો હતો.

સમયે એ પણ જણાવ્યું કે, તેણે તેની કરિયર અને જીવનને લઈને ઘણી વસ્તુઓનું પ્લાન કર્યું છે. જ્યારે પણ સમય ગુરુચરણ સાથે વાત કરે છે, ત્યારે તે તેની લાઈફ વિશે પૂછે છે. સમયે એ પણ જણાવ્યું કે, સોઢી એક પંજાબી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. પરંતુ તે આખી સ્ટોરી જાણતો નથી, કારણ કે સોઢીને સરપ્રાઈઝ આપવાનું પસંદ છે. તેણે આગળ કહ્યું, “કદાચ તે ફિલ્મનું ય્ઝ્રજી છે. જ્યાં સુધી મને ખબર છે, તે કેટલીક એપ પર પણ કામ કરી રહ્યા હતા. આશા છે કે તે બહુ જલ્દી પાછા ફરશે.”