અંબિકા પોલીમર પ્રાઈવેટ લિ. હરીયાળા ખાતે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

નડિયાદ, ખેડા સંસદીય મતવિસ્તાર માતર વિધાનસભામાં સમાવિષ્ટ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત SVEEP અને TIP કાર્યક્રમ હેઠળ મતદાન જાગૃતિની અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જે અંતર્ગત જીલ્લા શિક્ષણાધિકારી કચેરી નડિયાદ અને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ નડિયાદના સંયુક્ત ઉપક્રમે અંબિકા પોલીમર પ્રાઇવેટ લિમિટેડ કંપની, હરિયાળા મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 500 થી વધુ કામદારોએ અચૂક મતદાન કરવા માટે શપથ લીધા હતા અને સિગ્નેચર કેમ્પઈનમાં પણ સહભાગી થયા હતા.

આ કાર્યક્રમમાં કંપનીના મેનેજર પ્રવિણસિંહ વાધેલા, એચ.આર.- નીલેશભાઈ ડીઈઓ કચેરીના સ્વીપ સહ-નોડલ આર.ડી. પટેલીયા, મદદનીશ શિક્ષણ નિરીક્ષક રિતેશભાઈ પટેલ સહિત અંબિકા પોલીમર કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.