22 જાન્યુઆરીના રોજ શ્રીરામની નગરી અયોધ્યામાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય સમારોહ થયો. આજે પૂરો દેશ રામમય બની ગયો છે. અમિતાભ બચ્ચન પણ સોમવારના રોજ સવારે મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યા. આ સમયે અમિતાભ બચ્ચન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યા રવાના થયા હતા. સોશિયલ મિડીયામાં સામે આવેલા એક વિડીયોમાં બીગ બી એરપોર્ટની તરફ જાય છે અને આ સમયે કુર્તો પાયજામો અને સાથે બેજ જેકેટ પહેર્યુ હતુ. અમિતાભ બચ્ચનની સાથે એમના દિકરા અભિષેક બચ્ચન પણ સાથે જોવો મળ્યો. આ સાથે પણ અનેક મોટી હસ્તીઓએ આ ઐતહાસિક પળના સાક્ષી રહ્યા.
અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને તમે સાથે અયોધ્યામાં જોઇ શકો છો. આ સાથે રણબીર કપૂરથી લઇને આલિયા ભટ્ટ જેવા અનેક સેલેબ્સ હાજર રહ્યા. સાઉથના સુપરસ્ટાર રામ ચરણ પણ અયોધ્યામાં સ્પોટ થયા હતા.
બોલિવૂડના બાદશાહ બિગ બી અમિતાભ બચ્ચન પ્રોજેક્ટ નામની ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં દિપીકા પાદુકોણ અને પ્રભાસ પણ લીડ રોલમાં છે. આ સિવાય બિગ બી સેક્શન 84માં પણ લીડ રોલમાં જોવા મળશે.
ભગવાન રામના દ્વાર ખોલવામાં આવ્યા છે. 1 વાગ્યા સુધીમાં અભિષેક પૂર્ણ થશે અને ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને દર્શન થશે. મંગળવારથી સામાન્ય લોકો રામલલાના દર્શન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે 8000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
દિગ્ગજ અભિનેતાએ અયોધ્યામાં મુલાકાત કરી અને એક જ ફ્રેમમાં ફોટો પણ ક્લિક કરાવ્યો હતો જે સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યો છે. બન્ને દિગ્ગજોની તસવીર સામે આવી છે. આ બન્ને એકબીજાની સાથે પોઝ આપી રહ્યા છે અને દોસ્તીની ચમક એકદમ તસવીરમાં તમે જોઇ શકો છો. અનુપમ ખેરે તસવીર શેર કરવાની સાથે-સાથે એમના જિગરી યાર અને એક્ટર રજનીકાંતના ફૂલ ટૂ વખાણ કર્યા છે.