અમિતાભ બચ્ચન અને સલમાન ખાન સહિત બોલિવૂડના દિગ્ગજોએ ટીમ ઈન્ડિયાની જીતનું સેલિબ્રેશન કર્યું

આખું ભારત ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માં ઐતિહાસિક જીતની ઉજવણી કરી રહ્યું છે. ભારતે ૧૭ વર્ષ બાદ ટી ૨૦ વર્લ્ડ કપમાં ટ્રોફી જીતી છે. ટીમે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને ૭ રનથી હરાવીને આ ટાઇટલ જીતી લીધું. ત્યારે આખા દેશમાં ખુશીની લહેર છે. બોલિવૂડ સ્ટાર્સ પણ પોતાના અંદાજમાં જીતની ઉજવણી કરી છે.

રવિના ટંડને ઘણા વીડિયો શેર કર્યા છે જેમાં દરેકમાં તે ખુશીથી ડાન્સ કરી રહી છે. રવિનાએ દીકરી સાથે ખૂબ ડાન્સ કર્યો અને દેશભક્તિના ગીતો પણ ગાયા. તેણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું- ગ્રેટ ટીમ ઈન્ડિયા. ઘણા બધા અભિનંદન. તમે નથી જાણતા કે તમે તમારા દેશને કેટલો ખુશ કર્યો છે. શું જીત્યું છે. ભારત માતાની જય.

કાર્તિક આર્યને પોસ્ટ કરીને લખ્યું- ટીમ ઈન્ડિયા, જેણે સરેન્ડર કરવાથી ઈક્ધાર કરી દીધો. આજે વર્લ્ડ કપ નહીં, દિલ હંમેશ માટે જીતી લીધું. ટીમ ઈન્ડિયા, ઐતિહાસિક જીત.

વિવેક ઓબેરોયે પોસ્ટ કરી અને લખ્યું- અત્યારે સંપૂર્ણ ઈમોશનલ અત્યાચાર. જ્યારે હું ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. એક જ સમયે જીત અને હાર જેવી લાગણી થઈ રહી છે.T20 માં અમે તમને મિસ કરીશું સુપરહીરો.

અનિલ કપૂરે પણ ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન આપ્યા. તેણે લખ્યું- આ સમયે તમામ ભારતીયો સમાન લાગણી અનુભવી રહ્યા છે. અસલી ચેમ્પિયન.જ્યારે અમિતાભ બચ્ચને લખ્યું- આંસુ વહી રહ્યાં છે… વર્લ્ડ ચેમ્પિયન્સ. ભારત માતાની જય, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ.

અભિષેક બચ્ચન, સલમાન ખાન, અનન્યા પાંડે, કાજોલ, અજય દેવગન, જેકી ભગનાની જેવા સ્ટાર્સે પણ ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

સની દેઓલે લખ્યું- અભિનંદન ટીમ ઈન્ડિયા. તમે આજે દિલ, કપ અને ખુશીઓ જીતી લીધી.રિતેશ દેશમુખે લખ્યું – આજે મે અદભૂત મેચ જોઈ. શું જીત છે. અભિનંદન ટીમ ઇન્ડિયા.ટી ૨૦ વર્લ્ડ કપ વિજેતા. અનુષ્કા શર્માએ પણ વિરાટ કોહલીની તસવીર શેર કરીને જીતની ખુશી વ્યક્ત કરી.કાજોલે લખ્યું – હું હજુ બૂમો પાડી રહી છું અને મારા ચહેરા પરથી સ્માઈલ જતી નથી. મને ખૂબ જ ગર્વ છે. ઘણા હિરોએ આ મેચમાં સારું પ્રદર્શન કર્યું. ખરેખર ટીમ એફર્ટ.

ટીમને અભિનંદન આપતા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, વર્લ્ડ કપ ચેમ્પિયન ૨૦૨૪. મારા ધબકારા વધુ ગયા હતા. શાંતચિત થઈને, આત્મવિશ્ર્વાસ જાળવી રાખીને શાનદાર પ્રદર્શન કર્યું. દેશના અને વિશ્ર્વભરના તમામ ભારતીયો તરફથી વિશ્ર્વ કપ ઘરે લાવવા માટે અભિનંદન. જન્મદિવસની અદ્ભુત ભેટ માટે આભાર.