અમિતાભ બચ્ચન અને કાજોલનો પડોશી બન્યો મનોજ બાજપેયી,

મુંબઇ, બોલીવુડ અભિનેતા મનોજ બાજપેયી, તેમની પત્ની શબાના રઝા બિગ બી અમિતાભ બચ્ચન અને અભિનેત્રી કાજોલના પડોશી બની ગયા છે. મનોજ બાજપેયી અને તેમની પત્નીએ મુંબઈના અંધેરીમાં સ્થિત એક પ્રોજેક્ટમાં કૉમર્શિયલ પ્રોપર્ટીમાં રૂ. ૩૧ કરોડનું રોકાણ કર્યું છે. મળેલી માહિતી અનુસાર, મનોજ અને તેની પત્નીએ ઓશિવારામાં સિગ્નેચર બિલ્ડિંગના ૧૨મા માળે આવેલી ચાર ઓફિસ સ્પેસમાં આ રોકાણ કર્યું છે.

આ પ્રોજેક્ટ વીર સાવરકર પ્રોજેક્ટ્સ દ્વારા વિક્સાવવામાં આવ્યો છે. દરેક ઓફિસ સ્પેસનું કદ આશરે ૧,૯૦૫ ચોરસ ફૂટ છે. આમાંથી એક ઓફિસ સ્પેસની કિંમત લગભગ રૂ. ૭.૭૭ કરોડ છે. આ માટે બાજપેયી અને તેમની પત્નીએ ૧.૮૬ કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે.

રિપોર્ટ્સ અનુસાર, સપ્ટેમ્બરમાં અમિતાભ બચ્ચને લગભગ ૨૯ કરોડ રૂપિયાના ખર્ચે ઓશિવારામાં સ્થિત કૉમર્શિયલ સ્પેસમાં લગભગ ૮,૪૦૦ ચોરસ ફૂટની ચાર ઓફિસ સ્પેસ ખરીદી હતી. બિગ બીએ બિલ્ડિંગના ૨૧મા માળે ચાર યુનિટ ખરીદ્યા હતા. આ સિવાય અજય દેવગન સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓએ આ પ્રોજેક્ટમાં કૉમર્શિયલ સ્પેસ ખરીદી છે.

જુલાઈમાં, કાજોલે એ જ ટાવરમાં લગભગ ૨,૧૦૦ ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ ખરીદી હતી, જે ૭.૬૪ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. એપ્રિલમાં તેના પતિ અજય દેવગણે પણ આ જ બિલ્ડિંગની અંદર ૪૫ કરોડ રૂપિયામાં પાંચ ઓફિસ સ્પેસ ખરીદી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કાર્તિક આર્યનએ આ પ્રોજેક્ટમાં ૧૦ કરોડ રૂપિયામાં ૨,૧૦૦ સ્ક્વેર ફૂટ ઓફિસ સ્પેસ લીધી છે. સારા અલી ખાન અને અમૃતા સિંહે સંયુક્ત રીતે અહીં ૯ કરોડ રૂપિયાની ઓફિસ સ્પેસ ખરીદી છે.