મુંબઇ, ઐશ્વર્યા રાય બચ્ચનની અમિતાભ બચ્ચનના પરિવાર સાથે અણબનાવના સમાચાર ચર્ચામાં રહે છે. સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા અભિષેકથી અલગ રહે છે. આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન અને અમિતાભને લઈને વધુ એક અપડેટ સામે આવ્યું છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, પરંતુ આ વાયરલ સમાચારનું સત્ય કંઈક બીજું છે.
બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના પરિવારની પરેશાનીઓ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. બચ્ચન પરિવાર સાથે ઐશ્વર્યા ના અણબનાવની અફવાઓ બોલિવુડના કોરિડોરમાં ફેલાઈ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઐશ્વર્યા અને બચ્ચન વચ્ચે કંઈ જ ઠીક નથી અને પુત્રવધૂ ઐશ્વર્યા નારાજ છે.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા ના અલગ થવાની વાતો પણ થવા લાગી છે. પબ્લિક ગેધરીંગમાં પણ ઐશ્વર્યા અલગ જ દેખાય છે. માત્ર તેની પુત્રી આરાધ્યા ઐશ્વર્યા સાથે રહે છે. હાલમાં જ બંનેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં માતા-પુત્રી સિવાય બચ્ચન પરિવારમાંથી કોઈ જોવા મળ્યું ન હતું. આ સિવાય સોશિયલ મીડિયા પર વધુ એક અફવા ઝડપથી ફેલાઈ રહી છે.
હાલના રિપોર્ટ મુજબ લોકો ઈન્સ્ટાગ્રામના સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે. લોકો કહે છે કે અમિતાભ બચ્ચને તેની વહુને અનફોલો કરી દીધી છે અને ઐશ્વર્યા રાયે પણ તેના સસરા અમિતાભ બચ્ચનને અનફોલો કરી દીધા છે. આ બધું પરિવારમાં ચાલી રહેલા ઝઘડાનું પરિણામ હોવાનું કહેવાય છે.
એ વાત સાચી છે કે અમિતાભ બચ્ચન ક્યારેય તેમની વહુ ઐશ્વર્યા રાયને સોશિયલ મીડિયા પર ફોલો કરી નથી. ઐશ્વર્યા રાય પણ તેના સસરાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરતી નથી. ઐશ્વર્યા રાય સોશિયલ મીડિયા પર માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે અને તે છે તેનો પતિ અભિષેક બચ્ચન. આ અફવાઓ છતાં બંને પહેલાની જેમ એકબીજાને ફોલો કરી રહ્યાં છે. ઐશ્વર્યા હજુ પણ બચ્ચન સરનેમનો ઉપયોગ કરે છે. આવામાં અલગ થવાની અફવાઓ કેટલી સાચી છે તે કપલ કરતાં વધુ સારી રીતે કોઈ કહી શકે નહીં.
ઐશ્વર્યા અને નવ્યા બંને પેરિસ ફેશન વીકમાં વોક કરતી જોવા મળી હતી. જ્યારે તેની માતા શ્ર્વેતા અને દાદી જયા બચ્ચન નવ્યાને સપોર્ટ કરવા માટે સાથે જોવા મળ્યા હતા, ત્યારે આરાધ્યા ઐશ્વર્યા સાથે એકલી જોવા મળી હતી. આ સિવાય અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર ઐશ્વર્યા એ ફેમિલી ફોટો ક્રોપ કરીને માત્ર અમિતાભ અને આરાધ્યા ની તસવીર પોસ્ટ કરી હતી. આ પછી બચ્ચન પરિવાર ઐશ્વર્યા ના જન્મદિવસ પર પણ ગાયબ જોવા મળ્યો હતો. તે તેની માતા અને પુત્રી આરાધ્યા સાથે કેક કાપતી જોવા મળી હતી અને અભિષેક બચ્ચનના હાથમાં સગાઈની વીંટી પણ ગાયબ જોવા મળી હતી. આવામાં આ સવાલો સતત ઉઠી રહ્યા છે.