અમિતાભે ૬૦ કરોડમાં ૩ ઓફિસ યુનિટ ખરીદ્યાં:અંધેરીમાં સ્થિત ફજી સિગ્નેચર બિલ્ડિંગમાં ઈન્વેસ્ટ કર્યું

સુપરસ્ટાર અમિતાભ બચ્ચને મુંબઈમાં ૬૦ કરોડ રૂપિયામાં ૩ ઓફિસ યુનિટ ખરીદ્યા છે. અભિનેતાએ આ પ્રોપર્ટી મુંબઈના અંધેરીમાં વીરા દેસાઈ રોડ પર સ્થિત વીર સાવરકર સિગ્નેચર બિલ્ડિંગમાં ખરીદી છે.દસ્તાવેજો અનુસાર, સુપરસ્ટારે કુલ ૮,૪૨૯ ચોરસ ફૂટ વિસ્તાર ધરાવતા આ ત્રણ ઓફિસ યુનિટ માટે ૫૯.૫૮ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. અમિતાભે આ કોમશયલ પ્રોપર્ટી માટે ૩.૫૭ કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે. અભિનેતાને આ ત્રણ ઓફિસ યુનિટની સાથે ત્રણ કાર પાકગ એરિયા પણ છે. જો કે આ સમાચાર પર હજુ સુધી અમિતાભ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે અમિતાભે આ બિલ્ડિંગમાં રોકાણ કર્યું હોય. તેમણે અહીં પહેલેથી જ ૪ ઓફિસ સ્પેસ ખરીદી છે. તેમણે આ ઓફિસ ઓગસ્ટ ૨૦૨૩માં ખરીદી હતી. હવે, આ ત્રણ નવા ખરીદેલા કોમશયલ યુનિટના ઉમેરા સાથે, સિગ્નેચર બિલ્ડિંગમાં અમિતાભ બચ્ચનનાં કુલ સાત ઓફિસ યુનિટ છે.

જે બિલ્ડિંગમાં અમિતાભે આ ઓફિસ સ્પેસ ખરીદી છે તેમાં ઘણી સેલિબ્રિટીઝ પહેલાથી જ રોકાણ કરી ચૂકી છે. ગયા વર્ષે કાજોલે આ જ બિલ્ડિંગમાં ૧૯૪ ચોરસ ફૂટની કૉમર્શિયલ સ્પેસ ખરીદી હતી. સારા અલી ખાન અને તેની માતા અમૃતા સિંહે પણ જુલાઈ ૨૦૨૩માં આ બિલ્ડિંગના ચોથા માળે ૯ કરોડ રૂપિયામાં એક યુનિટ ખરીદ્યું છે. આ સિવાય ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કાતક આર્યનએ ચોથા માળે ૧૦.૦૯ કરોડ રૂપિયામાં કોમશયલ સ્પેસ પણ ખરીદી હતી.

અમિતાભના પુત્ર અભિષેક બચ્ચને પણ આ વર્ષે મે મહિનામાં મુંબઈમાં ૧૫ કરોડ રૂપિયાના ૬ એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. અભિનેતાએ આ રોકાણ બોરીવલીના ઓબેરોય સ્કાય સિટી પ્રોજેક્ટમાં કર્યું હતું. આ ૬ એપાર્ટમેન્ટનું સંયુક્ત ક્ષેત્રફળ ૪ હજાર ૮૯૨ ચોરસ ફૂટ છે, જેને અભિનેતાએ ૩૧ હજાર ૪૯૮ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના ભાવે ખરીદ્યું છે.

વર્ક ફ્રન્ટ પર, અમિતાભની આગામી ફિલ્મ ’કલ્કિ ૨૮૯૮ એડી’ છે જે આ ગુરુવારે એટલે કે ૨૭ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં અમિતાભ અશ્વત્થામાના રોલમાં જોવા મળશે. તેના સિવાય પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસન જેવા કલાકારો પણ હશે.