ગાંધીનગર,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. પીએમ મોદીની સતત સભાઓ થઈ રહી છે. તો અમિત શાહ પણ ધુંઆધાર પ્રચાર કરી રહ્યાં છે. રાજકીય ગરમાવા વચ્ચે એક રસપ્રદ વાતને યાદ કરીએ, જે અમિત શાહ સાથે જોડાયેલી છે. અમિત શાહ દેશના ગૃહમંત્રી છે. દેશની સુરક્ષીની સાથે સાથે તેઓ બીજેપીની નવી રણનીતિઓના મુખ્ય સૂત્રધાર પણ છે. પરંતુ શુ તમે જાણો છો કે, અમિત શાહના જન્મ માટે તેમના માતાપિતાએ માનતા રાખી હતી. તેમના માતાપિતાએ બાધા રાખી હતી. આ માનતા શુ છે અને એક ખાસ જગ્યા સાથે અમિત શાહના પરિવારનો અને માનતા પૂરી કરનારા માતા વિશે શું સંબંધ છે તે જાણીએ.
અમિત શાહના માતાજી અને પિતાજીએ માતા વરદાયિની પાસે માનતા માંગી હતી કે, તેમના ઘરમાં કુલદીપક આવે. સમયસર આ માનતા પૂરી પણ થઈ. માતા વરદાયિનીની કૃપાથી અમિત શાહનો જન્મ થયો હતો. આ જ કારણે અમિત શાહ દર નવરાત્રિએ માતાના દર્શન અને પૂજા માટે જાય છે.
વરદાયિની માતાનું મંદિર ગાંધીનગનરા રૂપાલ જિલ્લામાં છે. જે ગાંધીનગરથી ૧૩ કિલોમીટર અને અમદાવાદથી લગભગ ૪૦ કિમી દૂર આવેલું છે. વરદાયિની માતાનું મંદિર ગામની મધ્યેઆવેલું છે. માન્યતા છે કે, વરદાયિની માતાનું આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યુ હતું. આ મંદિર દેવી વરદાયિનીની સમપત છે. રૂપાલનું વરદાયિની માતાનું મંદિર નવરાત્રિ ઉત્સવ દરમિયાન ઘીની નદીઓ માટે પ્રખ્યાત છે. રૂપાલમાં નોમના દિવસે યોજાતી પલ્લી વર્લ્ડ ફેમસ છે. નવરાત્રિના તહેવાર પર દેવી વરદાયિનીના રથને ગામની વચ્ચોવચ કાઢવામાં આવે છે અને મુખ્ય મંદિર સુધી પહોંચાડવામા આવી છે.