અમિત શાહ પર અપમાનજનક ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધી સુલતાનપુર કોર્ટમાં હાજર થયા

  • મારી સામે જે કેસ દાખલ કરવામાં આવ્યો છે તે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે કરવામાં આવ્યો છે .રાહુલ

લોક્સભામાં વિરોધ પક્ષના નેતા, રાહુલ ગાંધી શુક્રવારે માનહાનિના કેસમાં સુલતાનપુર એમપી એમએલએ કોર્ટમાં હાજર થયા અને તેમનું નિવેદન નોંયું. રાહુલ શુક્રવારે સવારે સુલતાનપુર પહોંચ્યા અને અહીંના સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં હાજર થયા. નિવેદન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે આજ સુધી તેમણે ક્યારેય કોઈની વિરુદ્ધ એવું નિવેદન નથી આપ્યું જેનાથી માનહાનિનો કેસ બને. કોર્ટે આ કેસની આગામી સુનાવણી ૧૨ ઓગસ્ટના રોજ નિયત કરી છે.

રાહુલ ગાંધીના એડવોકેટ કાશી પ્રસાદ શુક્લાએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ સ્પેશિયલ જજ શુભમ વર્મા સમક્ષ કોર્ટમાં કહ્યું કે, મારી સામે જે કેસ દાખલ કરવામાં આવ્યો છે તે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે કરવામાં આવ્યો છે આગળની કાર્યવાહી માટે ૧૨ ઓગસ્ટની તારીખ. હવે વાદીના એડવોકેટ દ્વારા પુરાવા રજૂ કરવામાં આવશે. રાહુલ ગાંધી સુલતાનપુર પહોંચ્યા ત્યારે તેમના સ્વાગત માટે દિવાની સંકુલમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર હતા. રાહુલ ગાંધી બરાબર ૧૧ વાગે સિવિલ કોમ્પ્લેક્સ પહોંચ્યા અને ૧૫ નંબરની કોર્ટમાં વિશેષ ન્યાયાધીશ સમક્ષ હાજર થયા. આ દરમિયાન પોલીસે સિવિલ સંકુલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. રાહુલ ગાંધી કોર્ટમાં નિવેદન નોંધીને પરત ફર્યા હતા.

રાહુલ ગાંધી આજે સુલતાનપુર કોર્ટમાં પહોંચ્યા હતા. અમિત શાહની કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બદલ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં સુનાવણી અંગે ફરિયાદીના વકીલ સંતોષ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, તેમણે (રાહુલ ગાંધી) આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેમને રાજકીય કારણોસર અને તેમની છબી ખરાબ કરવા માટે ફસાવવામાં આવી રહ્યા છે. તેમણે કોર્ટ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ર્નોના જવાબો આપ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે હું મારા પર લાગેલા આરોપોને નકારું છું.

મારી અને મારી પાર્ટીની છબી ખરાબ કરવા માટે મારી સામે ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે આગામી સુનાવણી માટે ૧૨ ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. અરર્જીક્તાના વકીલ સંતોષ પાંડેએ કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોર્ટ સમક્ષ પોતાને નિર્દોષ સાબિત કર્યા છે. તેમણે કહ્યું કે રાજકીય દુશ્મનાવટના કારણે મારી સામે કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટે આ મામલામાં રાહુલ ગાંધી વિરુદ્ધ પુરાવા રજૂ કરવા કહ્યું છે. નિર્ધારિત તારીખે કોર્ટ સમક્ષ જુબાની રજૂ કરવામાં આવશે.

વિશેષ ન્યાયાધીશે રાહુલને આ કેસમાં પોતાનું નિવેદન નોંધવા માટે ૨૬ જુલાઈએ કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. ભારતીય જનતા પાર્ટી ના સ્થાનિક નેતા વિજય મિશ્રાએ ૪ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ૨૦૧૮માં બેંગલુરુમાં તત્કાલિન ભાજપ અધ્યક્ષ અને વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે ૨૦ ફેબ્રુઆરીએ રાહુલને આ કેસમાં જામીન આપ્યા હતા.