
ચેન્નાઇ,
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે તમિલનાડુના રામેશ્ર્વરમમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીં તેમણે ’ડૉ એપીજે અબ્દુલ કલામ: મેમોરીઝ નેવર ડાઇ’ પુસ્તકનું વિમોચન કર્યું.
આ દરમિયાન અમિત શાહે કહ્યું કે ’ઇન્ડિયા ૨૦૨૦: વિઝન ફોર ધ ન્યૂ મિલેનિયમ’ પુસ્તકમાં ડૉ. એપીજે અબ્દુલ કલામે ભારતના વિકાસ માટે રોડમેપની રૂપરેખા તૈયાર કરવાનું કામ કર્યું છે. તેમણે મુખ્યત્વે ત્રણ બાબતો કહી – ભારતે તેની ક્ષમતાનો અહેસાસ કરવો પડશે, ટેકનોલોજી આધારિત અર્થવ્યવસ્થા વિક્સાવવી પડશે અને કૃષિ-ઉદ્યોગ અને શહેર-ગ્રામીણ વચ્ચે સંતુલિત વિકાસ સુનિશ્ર્ચિત કરવો પડશે.
તેમણે કહ્યું કે ઁસ્ મોદીના નેતૃત્વમાં અમારા વિદ્યાર્થીઓ અને તેમના સ્ટાર્ટઅપ્સ માટે અવકાશ વિજ્ઞાનમાં તકો ખુલી છે. હું માનું છું કે એપીજે અબ્દુલ કલામનું અવકાશ વિજ્ઞાનનું સપનું પીએમ મોદીના નવા સંશોધનોને કારણે સાકાર થશે અને ભારત અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં સમગ્ર વિશ્ર્વનું નેતૃત્વ કરશે.