અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે, ૭૫૮ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે..

ગાંધીનગર,\કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે. જેમાં ૨૭ ફેબ્રુઆરીએ વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ કરશે. તેમાં ગાંધીનગર મતવિસ્તારમાં વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં ૭૫૮ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

ઉલ્લેખનીય છે કે સેક્ટર-૨૧ની સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ કરશે. તેમજ ગુડાના ૨૬૬૩ આવાસનો ડ્રો યોજાશે તેમાં હાજરી આપશે.

તથા અમિત શાહ પેથાપુરમાં જાહેર સભા સંબોધશે. ૪.૧૩ કરોડના ખર્ચે બનેલા ૪ સ્કૂલના નવા મકાન તેમજ ૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલું ચ-૨ ખાતેનું ટ્રાફિક સર્કલ અને સેક્ટર-૬માં ૭૩ લાખના ખર્ચે ડોક્ટર હાઉસ પાસેનું પાકગ તથા પાવરગ્રીડ કોર્પોરેશન તરફથી મળેલું રોડ સ્વીપર મશીન અને ૧૧ કરોડના ખર્ચે સેક્ટરોના એપ્રોચ રોડ ફોરલેન કરવાની કામગીરી તેમજ રક્ષાશક્તિ સર્કલથી કોબા સુધી ૧૧.૮ કરોડના ખર્ચે લેન્ડસ્કેપીંગ અને બ્યુટીફિકેશન થશે.

રક્ષાશક્તિ સર્કલથી કોબા સુધી ૩ કરોડના ખર્ચે ફૂટપાથ અને ફેન્સીંગ તેમજ રાયસણ ખાતે પીડીપીયુ રોડ પર ૯ કરોડના ખર્ચે બ્યુટીફિકેશન- લેન્ડ સ્કેપીંગ તથા રાયસણ સિગ્નેચર બ્રિજ પાસે ૧.૨૫ કરોડના ખર્ચે બનાવાયેલો બગીચો અને કુડાસણ અને વાવોલ વિસ્તારમાં ૨.૫ કરોડના ખર્ચે તૈયાર થયેલી લાયબ્રેરીનું ખાતમુહૂર્ત કરાશે. તથા ૧૫ કરોડના ખર્ચે ચ- રોડ પર સેક્ટર-૨૧-૨૨ વચ્ચે અન્ડરપાસ તથા ૧.૧૫ કરોડના ખર્ચે કોટેશ્વર ખાતે ગાર્ડનનું લોકાર્પણ કરાશે.