અમિત શાહ ૯ મેના રોજ કોલકાતા આવશે, ટાગોર સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લેશે

કોલકાતા,કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ૯ મેના રોજ કોલકાતા આવશે.ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વપન દાસગુપ્તાએ મીડિયાને જણાવ્યું હતું કે આ આમંત્રણ સાંસ્કૃતિક સંગઠન ’ખોલા હવા’ (ઓપન એર) દ્વારા આપવામાં આવ્યું હતું અને તેની વિનંતી પર, શાહ આ કાર્યક્રમમાં ટાગોરના આદર્શો પર બોલવા માટે સંમત થયા હતા.

સાંસ્કૃતિક સંસ્થાના નિર્દેશક દાસગુપ્તાએ જણાવ્યું હતું કે, અમિતજી ટાગોરની ફિલસૂફી અને આધ્યાત્મિકતાથી પ્રેરિત છે. તેઓ ગુરુદેવે આ દેશના લોકો પર વર્ષોથી જે અસર કરી છે તેના વિશે વાત કરશે. સંગઠનના ઘણા સભ્યો ભાજપ સાથે જોડાયેલા છે.