કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે આસામ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના મુખ્ય પ્રધાનો સાથે વાત કરી અને ત્રણેય રાજ્યોમાં પૂર અને ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનો અભ્યાસ કર્યો. તેમજ કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.
સૂત્રોએ જણાવ્યું કે શાહે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા સાથે ટેલિફોન પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે રાજ્યમાં પૂરની સ્થિતિ વિશે માહિતી લીધી હતી. શર્માએ વર્તમાન પરિસ્થિતિ અને અત્યાર સુધી લેવાયેલા પગલાં વિશે માહિતી આપી હતી.
તે જ સમયે, તેમણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી. કેન્દ્રીય ગૃહમંત્રીએ બંને રાજ્યોમાં ભારે વરસાદ બાદ નદીઓમાં પાણીનું સ્તર વધવાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. શાહે ત્રણેય મુખ્યમંત્રીઓને પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી.
તમને જણાવી દઈએ કે, આસામમાં પૂર અને વરસાદને લગતી ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૧૦૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. કચર, ચિરાંગ, દરરંગ, ધેમાજી, ધુબરી, ડિબ્રુગઢ, ગોલપારા, ગોલાઘાટ, જોરહાટ, કામરૂપ, કામરૂપ મેટ્રોપોલિટન, કરીમગંજ, માજુલી, મોરીગાંવ, નાગાંવ, નલબારી અને શિવસાગર જિલ્લામાં ૫,૯૭,૬૦૦ થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. રાજ્ય
ઉત્તર પ્રદેશના ૨૨ જિલ્લાઓમાં લગભગ ૧,૫૦૦ ગામો પૂરથી પ્રભાવિત થયા છે અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.