
ગાંધીનગર,
ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાને વિરોધ પક્ષના નેતા બનાવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં જીત મેળવનાર ભૂપેન્દ્ર પટેલ સરકાર વિરોધ પક્ષના નેતાનુ પદ આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે અમિત ચાવડાએ વિરોધ પક્ષના નેતા તરીકેનો પદ ભાર સંભાળ્યો હતો. કોગ્રેસન દ્વારા વિરોધ પક્ષના નેતા તરીકે અમિત ચાવડા અને ઉપ નેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસને માત્ર ૧૭ બેઠકો પર જ વિજય મળ્યો હતો. જ્યારે ભાજપને ભવ્ય ૨૫૬ બેઠકો પર જીત થઇ હતી. વિરોધ પક્ષના નેતા પદ મેળળવવા માટે ૧૯ બેઠકો પર જીત મળવી જરૂરી છે. કોગ્રેસને ૧૭ જ બેઠકો પર જીત મળતા તેમને નેતા વિપક્ષના પદને આપવાને લઇને અનેક સવાલો ઉભા થયા હતા.
રાજ્ય સરકાર દ્વારા વિરોધ પક્ષના નેતા પદ આપવાનો નિર્ણય કરતા કોગ્રેસ દ્વારા તાત્કાલીક ધોરણે અમિત ચાવડાની વિપક્ષના નેતા તરીકે અને શૈલેશ પરમારની પણ નિમણૂક કરવામાં આવી છે.