મુંબઇ,વિવાદોના કારણે અવારનવાર હેડલાઇન્સમાં છવાયેલી અમીષા પટેલ ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. નિર્માતા હરેશ પટેલે ઈન્ડિયન મોશન પિક્ચર્સ એસોસિએશનમાં અમીષા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવ્યા બાદ આઇએમપીપીએએ અભિનેત્રીને સમન્સ પાઠવ્યું છે.
અહેવાલો અનુસાર, નિર્માતા હરેશ પટેલે આઇએમપીપીએને પત્ર લખીને દાવો કર્યો હતો કે તેણે વર્ષ ૨૦૧૭માં ફિલ્મ ‘દેશી મેજિક’ માટે અમીષા પટેલના પ્રોડક્શન હાઉસને ૬૫ લાખની લોન આપી હતી. પરંતુ આજદિન સુધી તેમને ચૂકવણી કરવામાં આવી નથી. અભિનેત્રી દ્વારા છેલ્લા ૫ વર્ષમાં ઘણા ચેક આપવામાં આવ્યા હતા પરંતુ તે બધા બાઉન્સ થયા હતા.
આપને જણાવી દઈએ કે આ પહેલા નિર્માતા અજય કુમાર સિંહે અમીષા પટેલ પર ચેક બાઉન્સ, છેતરપિંડી અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. આના પર રાંચી સિવિલ કોર્ટે અભિનેત્રી વિરુદ્ધ વોરંટ પણ જારી કર્યું હતું. આપને જણાવી દઈએ કે અમીષા પટેલની ફિલ્મ ‘ગદર ૨’ રિલીઝ થવા જઈ રહી છે, જેમાં તે સની દેઓલ સાથે જોવા મળશે.