પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ચેકપોસ્ટ પરથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. દિલ્હી થી મુંબઈ જઈ રહેલી એક ખાનગી બસમાંથી પોલીસે ડ્રગ્સનો ઝથ્થો ઝડપી પાડ્યો છે. સ્થાનિક એલસીબી અને એસઓજીને બાતમી મળી હતી અને જેને લઈ તેને ઝડપી લેવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી મુજબની બસ ચેકપોસ્ટ પર આવતા જ તેમાં તલાશી લેતા એક મહિલા પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ આવ્યો છે.
મહિલાની અટકાયત કરીને પોલીસ આરોપી મહિલાને અમીરગઢ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં મહિલાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી કે ૪ કરોડ ૫૦ લાખ રુપિયાની કિંમતનુ આ ડ્રગ્સ ક્યાં પહોંચાડવાનુ હતુ. સાથે જ પોલીસે એ પણ તપાસ શરુ કરી છે કે ડ્રગ્સ ક્યાંથી લઈ આવવામાં આવ્યુ હતુ.