અમીર ગણાતા યુરોપમાં પણ ગરીબી,યુરોપના ૧૦ સૌથી ગરીબી

યુરોપનું નામ સાંભળતા જ લોકોના મનમાં પૈસા અને અમીરી આવી જાય છે. લક્ઝમબર્ગ હોય કે સ્વિટ્ઝર્લેન્ડ કે પછી નોર્વે, આપણું યાન મોટાભાગે યુરોપિયન દેશોની અમીરી પર જાય છે. પરંતુ સિક્કાની હંમેશા બે બાજુ હોય છે. કારણ કે યુરોપના ઘણા દેશોમાં લોકો ગરીબી, ભૂખમરો અને બેરોજગારીથી પણ પરેશાન છે

૩૫૪૦ ડોલર માથાદીઠ આવક સાથે યુક્રેન યુરોપનો સૌથી ગરીબ દેશ છે. યુક્રેન એક સમયે યુએસએસઆરમાં બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતું હતું. પરંતુ રશિયા સાથેના યુદ્ધના કારણે યુક્રેન હાલ ગરીબીનો સામનો કરી રહ્યું છે.

૪૫૭૦ ડોલરની કુલ માથાદીઠ રાષ્ટ્રીય આવક સાથે મોલ્ડોવા યુરોપના સૌથી ગરીબ દેશોમાંનો એક છે. મોલ્ડોવાએ ૧૯૯૧માં સોવિયેત યુનિયનના પતન પછી રાજકીય અસ્થિરતા, આથક પતન, વેપાર અવરોધો અને અન્ય મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. જેના કારણે હજુ પણ ગરીબીમાં જીવે છે.

અલ્બેનિયાની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક ૫૨૧૦ ડોલર છે. અલ્બેનિયા યુરોપનો ત્રીજો સૌથી ગરીબ દેશ છે. જો કે, કુદરતી સંસાધનો તેલ, કુદરતી ગેસ અને લોખંડ, કોલસો અને ચૂનાના પત્થર સહિતના ખનિજોને કારણે તેની અર્થવ્યવસ્થામાં સુધારો આવી રહ્યો છે.

ઉત્તર મેસેડોનિયા યુરોપનો ચોથો સૌથી ગરીબ દેશ છે. સરકાર દ્વારા સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવેલી નીતિઓ છતાં ઉત્તર મેસેડોનિયામાં હજુ પણ લગભગ ૧૬.૬ ટકાનો ઉચ્ચ બેરોજગારી દર છે. ઉત્તર મેસેડોનિયાની માથાદીઠ આવક ૫૭૨૦ ડોલર છે.

બોસ્નિયા અને હર્ઝેગોવિનાની વાષક માથાદીઠ આવક ૬,૦૯૦ છે. દેશ હજી પણ યુગોસ્લાવિયાથી સ્વતંત્રતા માટે સંઘર્ષ કરી રહ્યો છે. યુદ્ધના કારણે લોકો, માળખાકીય સુવિધાઓ અને અર્થવ્યવસ્થા ખાડે ગઈ છે. પરિણામે અનેક પરિવારો ગરીબીમાં જીવે છે.

બીજા દેશોની જેમ બેલારુસને પણ યુએસએસઆરથી છૂટા પડ્યા બાદ આથક સંકટનો સામનો કરવો પડ્યો. પહેલા બેલારુસનું અર્થતંત્ર મજબૂત હતું અને તેનું જીવનધોરણ સારું હતું. ત્યાર બાદ બેલારુસનેઆથક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને દેશની માથાદીઠ આવક ઘટીને ૬,૩૩૦ ડોલર પર આવી ગઈ છે.

મોન્ટેનેગ્રોની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક ૭,૯૦૦ ડોલર છે. તેનું અર્થતંત્ર નાનું છે અને ઉર્જા ઉદ્યોગો પર ખૂબ નિર્ભર છે. શહેરી વિસ્તરણ અને વનનાબૂદીએ મોન્ટેનેગ્રોના કુદરતી સંસાધનોનો નાશ કર્યો છે, જેનાથી ગરીબી દર રાષ્ટ્રીય સરેરાશ ૮.૬ ટકા કરતા લગભગ છ ગણો વધારે છે.

બલ્ગેરિયામાં ગરીબીનું સૌથી મોટું કારણ કદાચ દેશ પર ૨૦૦૮ની નાણાકીય કટોકટીની અસર છે. ૨૦૦૯માં અર્થતંત્રમાં ૫.૫ ટકાનો ઘટાડો થયો હતો, જેનું મુખ્ય કારણ સીધા વિદેશી રોકાણ અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘટાડો હતો. ત્યારથી તેમાં સુધારો આવ્યો નથી. હાલ બલ્ગેરિયાની માથાદીઠ આવક ૯૫૦૦ ડોલર છે.

રોમાનિયા ૨૦૦૭માં યુરોપિયન યુનિયનમાં જોડાયું. તેની અર્થવ્યવસ્થા વધતી હોવા છતાં, તે યુરોપના સૌથી ગરીબ દેશોમાંનો એક છે. રોમાનિયાની સામાજિક પ્રણાલીઓમાં ખામીઓ છે, જેના કારણે લોકો સરકારી સહાયનો દુરુપયોગ કરે છે, જેના પરિણામે સહાય એવા પરિવારો સુધી પહોંચી શક્તી નથી જેમને તેની સૌથી વધુ જરૂર છે. હાલ હાલ રોમાનિયાની માથાદીઠ આવક ૧૨,૬૦૦ ડોલર છે.