વોશિગ્ટન, અમેરિકામાં નવેમ્બર-૨૦૨૪માં યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી દાવેદાર રજૂ કરનાર ડોનાલ્ડ ટ્રમ્પના હરિફ અને હવે તેના ટેકામાં આવેલી નિક્કી હેલીને લીધે જો બાઈડેનના ચિંતામાં વધારો થયો છે.
જ્યારે નિક્કી હેલીના સમર્થનમાં આવવાથી ટ્રમ્પની જીતના અણસાર હવે વધી ગયા છે. ઉલ્લેખનીય છે કે નિક્કી હેલીએ જણાવ્યું કે તે અમેરિકામાં યોજાનારા રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ટ્રમ્પ માટે મતદાન કરશે. તેની આવી જાહેરાતથી જો બાઈડેનની ઊંઘ ઉડી ગઈ છે.
અત્યાર સુધી બાઈડેન નિક્કી હેલીની ટ્રમ્પથી નારાજગીનો લાભ લેવા હેલીના ટેકેદારો પર નજર હતી. બાઈડેનને આશા હતી કે હેલીના સમર્થક તેને વોટ આપશે. પરંતુ હવે નિક્કી હેલીની આ જાહેરાતથી તેની ચિંતા વધી છે. યુએસમાં અમેરિકાના પૂર્વ રાજદૂતે હેલિને એક કાર્યક્રમમાં કહ્યું કે હું ટ્રમ્પને વોટ આપીશ. ત્યારે હેલીએ કહ્યું કે મેં અગાઉ કહ્યું હતું હું તેની પર અટલ છું.
ભારતીય મૂળની નિક્કી હેલીએ જણાવ્યું કે મને લાગે છે કે ટ્રમ્પ વા લાખો લોકો સુધી પહોંચશે જેને મને વોટ આપ્યો અને મારું સમર્થન કરવાનું યથાવત્ રાખ્યું. હેલી પણ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની રેસમાં સાલે હતી. પરંતુ તેને પ્રાયમરી ચૂંટણીઓમાં સફળતા ન મળી. હેલીએ ચૂંટણી અભિયાનમાં પોતાના હરિફ ટ્રમ્પને મહિનાઓ સુધી કડક ટીકાઓ કરી હતી. પરંતુ હવે તેને ટ્રમ્પને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પના પ્રચાર અભિયાન દળે હેલીની જાહેરાત પર હાલ કોઈ મંતવ્ય નથી આપ્યું.