અમેરિકામાં ફલોરિડાના કાંઠે ૬ મહિનામાં ૮૪૧ દરિયાઇ ગાયોના ભૂખથી મોત

અમેરિકાના ફલોરિડામાં છેલ્લા ૬ મહિના દરમિયાન ૮૪૧ દરિયાઇ ગાય (સી કાઉ)ના મુત્યુ થયા છે. અત્યંત શરમાળ ગણાતી અને દરિયાકાંઠાથી દૂર રહેવાનું પસંદ કરતી સી કાઉના એક જ સ્થળે મરણનું આટલું ઉંચુ પ્રમાણ ચિંતાનો વિષય બન્યું છે. ફલોરિડાના કાંઠે મૃતપાય મળેલી સી કાઉના મુત્યુનું કારણ ભૂખમરો માનવામાં આવે છે. જાન્યુઆરીથી ૨ જુલાઇ સુધીમાં સી કાઉના મુત્યુના વધતા જતાં પ્રમાણે વૈજ્ઞાાનિકોને ચિંતામાં નાખ્યા છે. ફલોરિડા ફિશ એન્ડ વાઇલ્ડ લાઇફ કન્જરવેશનના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૩માં સી કાઉના મુત્યુ એલ્ગમ બલૂમના કારણે થયું હતું.

પાણીમાં ફર્ટિલાઇઝર અને સીવેઝની ગંદકી ભળવાથી નાઇટ્રોજન અને ફોસ્ફરસનું પ્રમાણ વધવાથી આલ્ગલ બ્લૂમ પેદા થાય છે જે દરિયાઇ ગાયો માટે ખતરનાક બની રહી છે. અલ્ગલ બ્લૂમના લીધે જ પાણીની સ્વચ્છતા ઘટવાથી ડહોળાશની લીધે સૂર્ય પ્રકાશ ઉંડે સુધી જતો નથી. સૂર્યપ્રકાશના અભાવે દરિયાની સપાટી નીચે સમુદ્રીઘાસ બરાબર ઉગતું નથી. આથી દરિયાઇ ગાયોના હેબિટેટ ઉભા કરવા પ્રયત્ન કરવા જરુરી છે. રેડ ટાઇટ તરીકે ઓળખાતી બ્લૂમમાંથી નિકળતા ઝેરી રસાયણોએ સી કાઉનો મુત્યુઘંટ વગાડે છે પરંતુ આ વર્ષે દરિયાઇ ગાયો મરી છે તેના માટે એલ્ગમ બલૂમ જવાબદાર નથી.

દરિયાઇ ગાયો પાણીની સપાટી નીચે જામેલું સમુદ્વી ઘાસ ખાઇને જીવન ગુજારે છે. તે માનવીઓના સંપર્કમાં ખાસ આવતી નથી. સમુદ્વી જહાજોમાં રહેલા પ્રોપલર પણ નીચે કચડાવાથી પણ દરિયાઇ ગાયો કપાઇ જાય છે. ફલોરિડાના પૂર્વી તટ પર આવેલા ઓરલેંડોના ઇન્ડિયન રિવર લગૂનમાં દરિયાઇ ગાયો આવી ત્યારે ઘાસ ખતમ થઇ ગયું હતું આથી મોટે ભાગે ભૂખ જ મુત્યુનું કારણ બન્યું છે.