અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન દિલ્હીથી વિયેતનામ જવા રવાના થયા

નવીદિલ્હી, જી ૨૦ સમિટનો છેલ્લો દિવસે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે જી ૨૦ સમિટના નેેતાઓ રાજઘાટ પહોંચ્યા હતાં ત્યાર બાદ તમામ નેતાઓ ભારત મંડપમ પહોંચ્યા હતાં અને ત્યાં વૃક્ષારોપણ કર્યું હતું અને પછી સમિટના ત્રીજા સત્રમાં વન ફ્યુચર પર ચર્ચા કરી હતી પરંતુ તે પહેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન વિયેતનામ જવા રવાના થઈ ગયા છે.

જો બાઈડેન હનોઈ, વિયેતનામ થઈને જ અમેરિકા જશે. તેમના જવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બાઈડેન શુક્રવારે (૮ સપ્ટેમ્બર) એરફોર્સ વન એરક્રાફ્ટ દ્વારા ભારત પહોંચ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ જે માર્ગ પરથી મુસાફરી કરશે તે માર્ગ પરના રસ્તાઓને સંપૂર્ણપણે કેન્ટોનમેન્ટમાં ફેરવી દેવામાં આવશે. રૂટ પર થતી દરેક ગતિવિધિ પર નજર રાખવા માટે અમેરિકન સિક્રેટ સર્વિસના એજન્ટો પહેલેથી જ હાજર રહેશે.

તમને જણાવી દઈએ કે અમેરિકા વિયેતનામ સાથે પોતાના સંબંધો સુધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ચીનની મુશ્કેલીઓ વધી શકે છે. બાઈડેન અને વિયેતનામના જનરલ સેક્રેટરી ન્ગ્યુએન ફૂ ટ્રોંગ હનોઈમાં મળશે અને આર્થિક સહયોગને મજબૂત કરવાની યોજનાની જાહેરાત કરશે તેવી અપેક્ષા છે. તેનાથી ચીનનો તણાવ વધુ વધી શકે છે.

તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં જી-૨૦ સમિટનો આજે બીજો અને છેલ્લો દિવસ છે. આજે વન ફ્યુચર પર ત્રીજું સત્ર છે. સમિટના સમાપન પર અધ્યક્ષપદ બ્રાઝિલમાં સ્થાનાંતરિત કરવામાં આવશે. ગઈકાલે સમિટમાં ૧૧૨ મુદ્દાઓ પર સહમતિ બની હતી. નવી દિલ્હી મેનિફેસ્ટો આજે જાહેર કરવામાં આવશે.