અમેરિકી નાગરિકોને તાત્કાલીક રશિયા છોડવા બાઈડન તંત્રની સલાહ! મદદની તકો મર્યાદીત છે

વોશિંગ્ટન,

યુક્રેન પર રશિયાના આક્રમણને એક વર્ષ પુરુ થવામાં છે તે સમયે હવે લાંબા યુદ્ધને નિર્ણાયક બનાવવા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન આગામી દિવસોમાં યુક્રેન પર ભારે મોટું આક્રમણ કરી શકે છે તેવી ચેતવણી આપતા અમેરિકાએ તેના નાગરિકોને તથા અમેરિકી પ્રવાસીઓને શકય તેટલું વહેલુ રશિયા છોડવા જણાવ્યું છે.

અમેરિકી દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલી એડવાઈઝરીમાં જણાવ્યું છે કે અમેરિકા તથા રશિયા વચ્ચે મર્યાદીત વિમાની સેવા છે તેથી કટોકટીમાં તમામ અમેરિકી નાગરિકોને રશિયા આવી ઉગારી શકાય તેવી શકયતા નથી. આથી જે કંઈ મર્યાદીત ફલાઈટ છે તેનો ઉપયોગ કરીને રશિયા બહાર તાત્કાલીક સલામત થવા સલાહ અપાઈ છે. આ ઉપરાંત અહી રહેતા અમેરિકાને પણ સાવધ રહેતા જણાવાયું છે. રશિયન પોલીસ તેમની સામે સ્થાનિક કાનુનનો ઉપયોગ કરી અટકાયત કરી શકે છે. જેલમાં પણ નાખી શકે છે.

તેથી સ્થાનિક સ્તરે કોઈ કાનૂનનો ભંગ ન થાય તે જોવા પણ જણાવ્યું છે. રશિયાએ અમેરિકાના ડેબીટ-ક્રેડીટ કાર્ડ ચલતા નથી અને નાણાની ઈ-ટ્રાન્સફરની પણ મર્યાદીત રીતે જ થઈ શકે છે તેથી નાણાકીય રીતે પણ અમેરિકી નાગરિકોને સલામત રહેવા જણાવાયું છે.અમેરિકાએ મોસ્કોમાં તેના દૂતાવાસના કર્મચારીઓની સંખ્યા પણ મર્યાદીત કરી છે અને તેઓને મોસ્કોના મર્યાદીત વિસ્તારોમાં જ પ્રવાસની છૂટ છે.