વોશિંગટન
ચીની સૈન્યથી સંબંધિત વિદ્વાનોને લઈને ચીન અને અમેરિકા વચ્ચેનો વિવાદ વધુ ગાઢ બની રહૃાો છે. ચીને યુનાઇટેડ સ્ટેટ્સને ચેતવણી આપી છે કે તે અમેરિકાના જસ્ટીસ ડિપાર્ટમેન્ટના ચીની સૈન્ય સંબંધિત વિદ્વાનો વિરુદ્ધ કાર્યવાહી કરવા પર અહીં રહેતા અમેરિકી નાગરિકોની ધરપકડ કરી શકે છે. અમેરિકી અખબાર વૉલ સ્ટ્રીટ જનરલે શનિવારે આ માહિતી આપી.
અમેરિકી અખબારે આ મામલા સાથે સંકળાયેલા લોકોના હવાલાથી કહૃાું છે કે, ચીની સત્તાવાળાઓએ આ અંગે યુ.એસ. સરકારના અધિકારીઓને અનેક ચેનલો દ્વારા ચેતવણી આપી હતી. અખબારે જણાવ્યું છે કે ચીને સંદેશ આપ્યો છે કે અમેરિકાએ ચાઈનીઝ અધિકારીઓ વિરુદ્ધ અમેરિકી કોર્ટમાં ચાલી રહેલા કેસને ખતમ કરવો જોઈએ, નહીંતર ચીનમાં વસતા અમેરિકન નાગરિકો પોતાને ચાઇનીઝ કાયદાઓનું ઉલ્લંઘન કરવા માટે દોષી સાબિત કરી શકે છે.
આ અગાઉ, ૧૪ સપ્ટેમ્બરના રોજ અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા ચીનની મુલાકાત સંદર્ભે આપવામાં આવેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું હતું કે ચીની સરકાર અમેરિકન નાગરિકોની અટકાયત કરી શકે છે અને તેમના બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવી શકે છે. ચીનના આ પગલાનો હેતુ વિદેશી સરકારો સાથે વાટાઘાટો કરવાનો છે. યુ.એસ.માં ચીની દૃૂતાવાસે હજી આ સંદર્ભમાં કોઈ નિવેદન જારી કર્યું નથી.
જણાવી દઈએ કે અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રે અનેક વખત આરોપ લગાવ્યો છે કે ચીન અમેરિકન ટેકનોલોજી અને લશ્કરી માહિતીની ચોરી માટે સાયબર અભિયાન ચલાવી રહૃાું છે જેથી તે અમેરિકાને પાછળ છોડી શકે. બીજી તરફ, ચીને અમેરિકાના આ આરોપોને નકારી દીધા છે. જુલાઇની શરૂ આતમાં, યુ.એસ. ન્યાય વિભાગે કહૃાું હતું કે એફબીઆઇએ ત્રણ ચીની નાગરિકોની ધરપકડ કરી છે.