ફ્રાન્સિસ્કો,અમેરિકી સંસદના ભૂતપૂર્વ સ્પીકર નેન્સી પેલોસીનું અપહરણ કરવાનો પ્રયાસ કરવા અને તેના પતિ પર હથોડી વડે હુમલો કરવાના આરોપમાં દોષિત એક વ્યક્તિને ૩૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશ જેક્લીન સ્કોટ કોર્લીએ ૪૪ વર્ષીય ડેપ્પેને સજા સંભળાવી હતી. જેને જ્યુરીના સભ્યોએ ગયા નવેમ્બરમાં ફેડરલ અધિકારીના અપહરણના પ્રયાસ અને ફેડરલ અધિકારીના પરિવારના સભ્ય પર હુમલો કરવા બદલ દોષી ઠર્યા હતા. વકીલોએ ડેવિડ માટે ૪૦ વર્ષની સજાની માંગ કરી હતી. ડેપેપએ ૨૮ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ગુનો કર્યો હતો.
કોર્ટે સજા સંભળાવી ત્યારે ડેવિડ શાંત ઊભો જોવા મળ્યો હતો. બચાવ પક્ષના વકીલોએ જજને ડેવિડને ૧૪ વર્ષની સજા આપવા માટે અપીલ કરી હતી કારણ કે તેનો અગાઉનો કોઈ ગુનાહિત ઈતિહાસ નહોતો. ન્યાયાધીશે કહ્યું કે તેણે ડેવિડને સજા સંભળાવતા એ હકીક્તને યાનમાં લીધી કે તે ફેડરલ અધિકારીના ઘરમાં ઘૂસી ગયો, જે દેશના ઈતિહાસમાં અભૂતપૂર્વ કૃત્ય છે. નેન્સી પેલોસીના પતિ પોલ પેલોસી પર તેમના સાન ફ્રાન્સિસ્કોના ઘરમાં હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે પોલને માથામાં હથોડી વડે માર્યો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ પછી, ૮૨ વર્ષના પોલને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેને માથા અને હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેની ખોપડીમાં ફ્રેક્ચર થયું હતું.
કેસની તપાસ કર્યા પછી, પોલીસે નવેમ્બર ૨૦૨૩ માં ડીપેપને દોષી જાહેર કર્યો. ડેવિડના વકીલે કોર્ટને જણાવ્યું કે તે માનસિક રીતે બીમાર છે. તેઓ અમુક રાજકીય પક્ષના ભાષણથી પ્રભાવિત હતા. આ કારણથી કોર્ટે તેને માત્ર ૧૪ વર્ષની સજા કરવી જોઈએ. જોકે, જજ જેકલીન સ્કોટ કોર્લીએ તમામ દલીલોને ફગાવી દીધી હતી.