
વોશિંગ્ટનઃ કોરોનાનો નવો વોરિઅન્ટ JN.1 સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે તે લોકોને ખૂબજ ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે. યુએસ સ્થિત સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન નામની સંસ્થાએ આ વાઇરસના ફેલાવાની ઝડપ અને તેની સાથે સંકળાયેલા જોખમોને લઈને ચેતવણી જાહેર કરી છે. આ સંસ્થાએ જણાવ્યું છે કે કોરોના વાઇરસનો આ અત્યંત ચેપી પ્રકાર છે. તેનો ઝડપી ફેલાવાના કારણે યુએસ હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે. સીડીસી યુએસ મેડિકલ સિસ્ટમ પર કોવિડ અને ફ્લૂ બંનેની વધતી જતી અસરના કારણે ચિંતિત છે.
સીડીસીએ કહ્યું હતું કે કોવિડ દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં ખૂબજ ઝડપથી વધારો થઈ રહ્યો છે. CDCનું માનવું છે કે આવનારા સમયમાં પરિસ્થિતિ વધારે મુશ્કેલ બની શકે છે. કારણકે આ અઠવાડિયાની શરૂઆતમાં ઇમરજન્સી રૂમના ડેટા પ્રમાણે અગાઉના અઠવાડિયા કરતાં વધુ બાળકો હોસ્પિટલમાં દાખલ થયા હતા. સીડીસીના અહેવાલ પ્રમાણે ફ્લૂના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે.
ત્યારે વૃદ્ધ લોકોમાં કોરોના વાઇરસ કરતા ફ્લૂનો ફેલાવો વધારે જોવા મળી રહ્યો છે. મિડ વેસ્ટ પ્રદેશ સહિત દેશભરના ઘણા નર્સિંગ હોમ્સ ફલૂ અને કોરોના વાઇરસને કારણે અત્યારે ભરાઈ ગયા છે. ત્યારે બિમારી જે ઝડપથી વધી રહી છે તે જોઇને સીડીસીએ પણ અનુમાન લગાવ્યું હતું કે JN.1 પણ ખૂબજ ઝડપથી ફેલાશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાનું નવું વેરિઅન્ટ JN.1 કોવિડ-19નું નવું સ્વરૂપ છે. જેને BA.2.86 વેરિઅન્ટ જેવું જ ગણવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નિષ્ણાતોના મતે જેએન.1માં થયેલા ફેરફારોના કારણે જે રસીઓ આપવામાં આવી છે તે એટલી અસરકારક નીવડે તેમ નથી. આ ઉપરાંત હવે લોકો રસી લેવા માટે ઉદાસીન વલણ પણ દાખવી રહ્યા છે. ત્યારે આ નવો વોરિઅન્ટ કેટલા ઝડપથી ફેલાય છે.