અમેરિકામાં લાગી અનોખી ઘડિયાળી, જે બતાવશે કે હવે દુનિયા પાસે કેટલો ટાઇમ છે!

જો આપણને ખબર પડે કે આપણી પાસે હવે કેટલો સમય બાકી રહ્યો છે? એટલે કે ક્યારે આપણી હાલત બગડવાની છે? આપણી વાત છોડો, પૃથ્વી કે દુનિયા પાસે કેટલો સમય છે તેની જાણકારી મળી જાય તો? ખબર પડે કે માણસ માટે ક્યારે પૃથ્વી પર જીવવું મુશ્કેલ બની જશે? ત્યારે હવે આ હકીકત બની છે. આવો ટાઇમ દર્શાવવા વાળી ઘડિયાળ સામે આવી છે. જેને અમેરિકાના ન્યુયોર્ક શહેરના મૈનહટનમાં લગાવવામાં આવી છે. આ ઘડિયાળને એસ્ટ્રોનોમિકલ ડિજિટલ ક્લોક તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીનું વાતાવરણ સતત બદલી રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જના કારણે આપણે દરરોજ નવી મુસીબતોનો સામનો કરવો પડે છે.

ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગને સતત કાર્બનનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આ ઘડિયાળ બતાવશે કે ક્લાઇમેટ ચેન્જના કારણે સ્થિતિ બગડે તે પહેલા દુનિયા પાસે કેટલો સમય બચ્યો છે? ગૈન ગોલન અને એંડ્રયુ બૉયડ નામના બે કલાકારો મળીને આ ઘડિયાળ બનાવી છે. આ ઘડિયાળ મારફતે તેમણે દુનિયાને જણાવ્યું છે કે હવે આપણી પાસે માત્ર 7 વર્ષ, 101 દિવસ, 17 કલાક, 29 મિનિટ ને 22 સેકેન્ડમનો સમય જ બાકી છે. આ સમય બાદ દુનિયામાં કાર્બનનું પ્રમાણ એટલું વધી જશે કે તેને કંટ્રોલ નહીં કરી શકાય. એટલે કે ક્લાઇમેટ ચેન્જ સામે પગલા લેવા માટે આપણી પાસે આટલો જ સમય છે.

વોશિંગટન પોસ્ટના રિપોર્ટ પ્રમાણે આ સમય પુરો થયા બાદ દુનિયાના અનેક વિસ્તારોમાં ભિષણ પૂર વશે. જંગલોમાં આગ લાગશે, દુષ્કાળ પડશે. પૃથ્વીના તાપમાનમાં પણ 1.5 સેલ્સિયસનો વધારો થશે. જેના કારણે પીવાના પાણીની સમસ્યા પણ ઉભી થશે.