અમેરિકાથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતીની ઘરવાપસી:અમદાવાદ એરપોર્ટથી પોલીસ વાહનોમાં વતનમાં પહોંચાડાયા, મોટા ભાગના લોકોએ કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો

અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતી સહિત 104 ભારતીયોને ડિપોર્ટ કરી 5 તારીખે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા. જ્યાંથી 33 ગુજરાતીઓ આજે( 6 ફેબ્રુઆરી)એ વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં 28 લોકો ઉત્તર ગુજરાતના છે. જ્યારે 4 લોકો મધ્ય ગુજરાતના અને એક દક્ષિણ ગુજરાતનો છે.

ત્યારે પોલીસ દ્વારા તેમના વાહનમાં જ આ લોકોને તેમના વતન લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર આવેલા 33 ગુજરાતીઓની અહીં પૂછપરછ કરવામાં આવી ન હતી. પરંતુ, તેઓના વતનમાં લઈ ગયા બાદ જે તે જિલ્લાની એલસીબી કચેરીઓ તેઓનું ઈન્ટ્રોગેશન કરાશે.

અમેરિકાથી પરત ફરેલા ગુજરાતના લોકો

વ્યકિતનું નામજિલ્લો
જયેન્દ્રસિંહમહેસાણા
હિરલબેનમહેસાણા
સતવંતસિંહપાટણ
કેતુલકુમારમહેસાણા
પ્રેક્ષાગાંધીનગર
જિજ્ઞેશકુમારગાંધીનગર
રુચિગાંધીનગર
પિન્ટુકુમારઅમદાવાદ
ખુશ્બૂબેનવડોદરા
સ્મિતગાંધીનગર
શિવાનીઆણંદ
જીવણજીગાંધીનગર
નિકિતાબેનમહેસાણા
એશાભરૂચ
જયેશભાઈઅમદાવાદ
બીનાબેનબનાસકાંઠા
એન્નીબેનપાટણ
કેતુલકુમારપાટણ
મંત્રાપાટણ
કિરણબેનમહેસાણા
માયરાગાંધીનગર
રિશિતાબેનગાંધીનગર
કરણસિંહગાંધીનગર
મિતલબેનગાંધીનગર
હેયાંશસિંહમહેસાણા
ધ્રુવગિરિગાંધીનગર
હેમલમહેસાણા
હાર્દિકગિરિમહેસાણા
હિમાનીબેનગાંધીનગર
એંજલગાંધીનગર
અરુણાબેનમહેસાણા
માહીગાંધીનગર
જિજ્ઞેશકુમારગાંધીનગર

પાટણના મણુંદ ગામનો પરિવાર પરત આવ્યો

પાટણના મણુંદ ગામના વતની અને સુરત થી 6 મહિના પહેલા અમેરિકા ગયેલા કેતૂલ પટેલ નો પરિવાર આજે અમેરિકા થી એસ ઓ જી પોલીશ મણુંદ ગામ મૂકી ને ગઈ હતી ત્યારે ગ્રામ જાણો એ જણાવ્યું હતું કે પરિવાર આવી ગયો છે અને ગભરાઈ ગયો છે એટલે મીડિયા સામે આવસે નહીં તમે જણાવ્યું હતું