અમેરિકાએ ગાઝા યુદ્ધવિરામ યોજનાને સમર્થન આપવા વિનંતી કરી

યુએસએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા જાહેર કરાયેલ ત્રણ તબક્કાની યોજનાને સમર્થન આપવા વિનંતી કરી છે. આનાથી ગાઝામાં લગભગ આઠ મહિનાથી ચાલી રહેલા યુદ્ધને રોકી શકાશે અને તમામ બંધકોને મુક્ત કરવામાં અને વિનાશગ્રસ્ત વિસ્તારમાં મોટા પાયે સહાય મોકલવાનું સરળ બનશે. પરંતુ ઈઝરાયેલ આ યુદ્ધમાં હમાસને સંપૂર્ણ રીતે નષ્ટ કરવાના ઈરાદા સાથે ગાઝામાં હુમલા ચાલુ રાખે છે. આખી રાત તેના હુમલામાં ૧૧ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા.

૭ ઓક્ટોબર, ૨૦૨૩થી અત્યાર સુધીમાં ૩૬,૫૫૦ પેલેસ્ટિનિયન યુદ્ધમાં માર્યા ગયા છે. બીજી તરફ, અમેરિકી રાજદૂત લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડે જણાવ્યું હતું કે અમે ૭ ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં હમાસના અચાનક હુમલાથી શરૂ થયેલા સંઘર્ષને સમાપ્ત કરવાના ઠરાવને સમર્થન આપવા માટે કાઉન્સિલના અન્ય ૧૪ સભ્યોને ડ્રાટ ઠરાવ મોકલ્યો છે. ઘણા નેતાઓ અને સરકારોએ આ યોજનાને ટેકો આપ્યો છે અને અમે સુરક્ષા પરિષદને વિલંબ કર્યા વિના અને શરતો વિના આ સમજૂતીના અમલીકરણમાં તેમની સાથે જોડાવા હાકલ કરીએ છીએ. હમાસે પણ તેનો સ્વીકાર કર્યો હતો, પરંતુ ઈઝરાયેલે તેને સ્વીકાર્યો હોવાનો કોઈ ઉલ્લેખ નથી. બીજી તરફ યુએનના માનવાધિકાર ચીફ વોલ્કર તુર્કે પણ યુદ્ધવિરામ કરારને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.