
અમેરિકા સહિત વિશ્ર્વના ઘણા દેશો આ દિવસોમાં આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. એશિયા અને યુરોપમાં ગરમીના કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. સાઉદી અરેબિયામાં તાપમાન ૫૧ ડિગ્રી સેલ્સિયસથી વધુ રહ્યું. બુધવારે ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાં મહત્તમ તાપમાન ૪૧.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આ સમયગાળા દરમિયાન ન્યૂયોર્ક શહેરમાં ડૂબી જવાથી ૨૧ લોકોના મોત થયા હતા. આમાં પુખ્ત વયના અને બાળકો બંનેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે તેઓને તરવું આવડતું નહોતું, પરંતુ ગરમીને કારણે તેઓ બેચેન થઈ ગયા હતા અને ગરમીમાંથી રાહત મેળવવા માટે પાણીમાં કૂદી પડ્યા હતા.ગરમીથી રાહત મેળવવા લોકોએ મોડીરાત સુધી ખુલ્લા રહેતા પુલનો સહારો લીધો હતો.
આ પહેલા ૧૯૩૬માં અમેરિકામાં ભારે ગરમી પડી હતી. ત્યારપછી ઈલિનોઈસમાં તાપમાન ૩૭.૭ ડિગ્રી અને નોર્થ ડકોટામાં ૪૮.૮ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું અને તેના કારણે લગભગ ૫,૦૦૦ લોકોના મોત થયા.
અમેરિકાના હવામાન વિભાગે ફીનિક્સ સહિત અનેક વિસ્તારોમાં તાપમાન ૪૫.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી કરી છે. બીજી તરફ, સબયાના હવામાન શાસ્ત્રી ઓએ કહ્યું છે કે આ સપ્તાહમાં ૪૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન નોંધાશે. આરોગ્ય અધિકારીઓએ રેડ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને ગરમીમાં ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. બેલગ્રેડમાં પણ સ્થિતિ ખરાબ છે. ગરમીના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.