અમેરિકાનો સોમાલિયામાં હુમલો, અલકાયદા સાથે જોડાયેલ અલ-શબાબના ૩૦ લડવૈયા માર્યા ગયા

વોશિગ્ટન,

અમેરિકાના સૈન્ય હુમલામાં મય સોમાલી શહેર ગલકાડ નજીક લગભગ ૩૦ ઇસ્લામી અલ-શબાબ લડવૈયાઓ માર્યા ગયા હતા. યુએસ આફ્રિકા કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સેના અને લડવૈયાઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. આ હુમલો સોમાલિયાની રાજધાની મોગાદિશુથી ૨૬૦ કિમી ઉત્તર-પૂર્વમાં ગલકાડ પાસે થયો હતો. યુએસ આફ્રિકા કમાન્ડે મૂલ્યાંકન કર્યું હતું કે, દૂરસ્થ સ્થાનને કારણે કોઈ નાગરિક ઘાયલ અથવા માર્યા ગયા નથી. યુએસ દળોએ સોમાલિયા નેશનલ આર્મીના સમર્થનમાં સામૂહિક સ્વ-રક્ષણ હુમલો શરૂ કર્યો. અમેરિકા દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલું છે.

મે ૨૦૨૨ માં, રાષ્ટ્રપતિ જો બાઈડને આતંકવાદી જૂથનો સામનો કરવા માટે આફ્રિકા પ્રદેશમાં યુએસ સૈનિકોને ફરીથી ગોઠવવાની પેન્ટાગોનની વિનંતીને મંજૂરી આપી હતી. ત્યારથી અમેરિકી સેના સોમાલી સરકારને પોતાનું સમર્થન આપી રહી છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૨૦ માં દેશમાંથી તમામ અમેરિકી સૈનિકોને પાછા ખેંચવાનો નિર્ણય લીધો હતો.

યુએસ સેનાએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સોમાલિયા પૂર્વ આફ્રિકામાં સ્થિરતા અને સુરક્ષાનું કેન્દ્ર બની રહ્યું છે. યુએસ આફ્રિકા કમાન્ડ દળો અલ-શબાબ અને સૌથી ઘાતક અલ-કાયદાને હરાવવા માટે સહયોગી દળોને જરૂરી તાલીમ, સાધનો અને સલાહ આપવાનું ચાલુ રાખશે.