અમેરિકાની યુનિવર્સિટીમાં  ઈઝરાયેલ તરફી દેખાવકારોએ ’જય શ્રી રામ’ના નારા લગાવ્યા

અમેરિકાની યુનિવર્સિટીમાં ઈઝરાયલ તરફી દેખાવકારોએ ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય તે છે કે મુસ્લીમમાંથી હિન્દુ બનેલો શાયાન અલિ ક્રિષ્ણા પણ ઈઝરાયલ તરફી દેખાવકારોમાં અગ્રીમ રહ્યો હતો. પાકિસ્તાનમાં જન્મેલા આ શાયાન અલિ ક્રિષ્ણાએ કહ્યું હતું કે હૃદયથી હું ભારતીય છું. પસંદગીથી હું અમેરિકન છું. તેણે ઈઝરાયલનો ધ્વજ પણ પોતાની ફરતો વીંટાળેલો હતો. આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. વીડીઓમાં તે તેમ કહેતો દેખાય છે કે તેણે પોતાની ફરતો ઈઝરાયલી ધ્વજ પણ વીંટાળ્યો છે.

આ શાયાન અલિ ક્રિષ્ણાએ ભારત વિરોધી વલણ રાખનારાઓની પણ ટીકા કરી હતી. તેણે ”જય શ્રી રામ”ના નારા લગાવવા સાથે ઈઝરાયલ તરફી પણ નારા લગાવ્યા હતા.

આ દક્ષિણ એશિયાઈ યુવાને તેના સોશ્યલ મીડીયા હેન્ડલ પર લખ્યું હતું કે ”ભારત અને ઈઝરાયલ એક જ ‘પેઈજ’ ઉપર છે. બંને આંતકવાદનો સામનો કરી રહ્યા છે. બંને પાડોસમાંથી આવતા અંતિમવાદનો સામનો કરી રહ્યા છે.” સહજ રીતે જ તેણે હમાસ અને પાકિસ્તાનમાંથી આવતા આતંકવાદનો આ દ્વારા સંદર્ભ આપ્યો હતો.

ઈઝરાયલ હમાસ યુદ્ધ વિષે ક્રિષ્નાના મંતવ્યથી તદ્દન વિરૂદ્ધ અમેરિકાની અનેક યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઈન તરફી દેખાવો થઈ રહ્યા છે. દેખાવકાર વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં ભારતીય વંશથી અચિંત્યા શિવલિંગમ્ અગ્રેસર હતી. તેની પોલીસે ધરપકડ પણ કરી હતી અને ગયા ગુરૂવારે તેની ઉપર શિક્ષાત્મક પગલાં લઈ તેને કોલેજમાંથી ‘રસ્ટ્રીગેટ’પણ કરવામાં આવી હતી.

ટૂંકમાં ઈઝરાયલ-હમાસ યુદ્ધને લીધે અમેરિકાની યુનિવર્સિટીઓમાં પણ વિદ્યાર્થીઓ વચ્ચે બે ભાગ પડી ગયા છે. જો કે મોટાભાગના વિદ્યાર્થીઓ પેલેસ્ટાઈન તરફી છે. જ્યારે વિદ્યાર્થીઓનો એક સમુહ ઈઝરાયલ તરફી છે. બંને જુથો વચ્ચે ઘણીવાર ટકરાવ યોજાય છે અને તે તીવ્ર પણ બની જાય છે, જેથી પોલીસને ‘હસ્તક્ષેપ’ કરવો પડે છે.