અમેરિકાની સૌથી મોટી સબઓર્ડિનેટ કોર્ટમાં કામ અટક્યું, કાઉન્ટીની તમામ ૩૬ કોર્ટ બંધ રહી

અમેરિકાની સૌથી મોટી ગૌણ અદાલત, લોસ એન્જલસ કાઉન્ટીની સુપિરિયર કોર્ટ, રેન્સમવેર હુમલાને કારણે ગયા અઠવાડિયે બંધ રહી હતી. કોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે તે સપ્તાહના અંત સુધી બંધ રહેશે.કોર્ટ શુક્રવારે કામકાજ માટે ખુલ્લી રહી, પરંતુ કાઉન્ટીની તમામ ૩૬ કોર્ટ સોમવારે ખુલ્લી ન હતી. પ્રમુખ ન્યાયાધીશ સામન્થા પી. જેસનેરે જણાવ્યું હતું કે અણધાર્યા સાયબર હુમલાથી થતા નુક્સાનને અટકાવવા, માહિતીની અખંડિતતા અને ગોપનીયતાનું રક્ષણ કરવા અને ભવિષ્યમાં નેટવર્કની સ્થિરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોર્ટે લગભગ તમામ નેટવર્ક સિસ્ટમને બંધ કરવી પડી હતી. હવે ભારતીય સમય મુજબ તમામ ૩૬ કોર્ટ બુધવારે ફરી ખુલશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલો ઉપકરણોને અસર કરતા માઇક્રોસોટ સંબંધિત સોટવેર અપડેટ સાથે જોડાયેલો નથી. તેથી તે એકદમ જોખમી પણ છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં એવા કોઈ પુરાવા મળ્યા નથી કે યુઝર્સના ડેટા સાથે છેડછાડ કરવામાં આવી હતી. લોસ એન્જલસ કાઉન્ટીની સુપિરિયર કોર્ટ એ યુનાઇટેડ સ્ટેટ્સની સૌથી મોટી એકીકૃત ઉચ્ચ અદાલત છે, જે ૩૬ કોર્ટહાઉસમાં કાઉન્ટીના ૧૦ મિલિયન રહેવાસીઓને સેવા આપે છે. ૨૦૨૨ માં લગભગ ૧૨ લાખ કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને ૨,૨૦૦ જ્યુરી ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા હતા.