આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દુનિયાભરની ચૂંટણીઓને પ્રભાવિત કરી રહી છે. લોકો દ્વારા આપવામાં અપાયેલાં સૂચનોના આધારે લેખન, ફોટો, અને ઑડિયોને જનરેટ કરી એઆઈ દ્વારા ચૂંટણી ઝુંબેશમાં ડીપ ફેક થવાનું જોખમ વધારે છે. એઆઈએ ઘણા દેશોમાં રાષ્ટ્રીય રાજકારણથી લઈને સ્થાનિક રાજકારણને પ્રભાવિત કર્યું છે. સૌથી મોટો પડકાર એ છે કે વિશ્વના કોઈ પણ દેશ પાસે ચૂંટણી પ્રચારમાં એઆઈનો ઉપયોગ રોકવાની કોઈ વ્યવસ્થા નથી.
1777માં બ્રિટિશ જનરલ ઓલિવર ડી લેન્સીને અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટનના સેવક વિલિયમ લી તરફથી અનેક પત્રો મળ્યા. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે વોશિંગ્ટન ઈંગ્લેન્ડ સાથે સમાધાન કરવા ઈચ્છે છે. 1795માં પત્રો પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા કે વોશિંગ્ટન પર વિશ્વાસ કરી શકાય તેમ નથી.
વિલિયમ લીને ક્યારેય બ્રિટિશ સેનાએ પકડ્યા ન હતા, તેમણે યુદ્ધમાં ક્યારેય વોશિંગ્ટનનો પક્ષ છોડ્યો ન હતો. અત્યંત કાળજી સાથે બનાવટી પત્રો તૈયાર કરાયા હતા. પત્રોથી તેઓ એટલા દુઃખી થયા કે તેમણે યુએસ સેનેટ સેક્રેટરી ટિમોથી પિકરિંગને પત્ર લખીને આરોપોને નકારી કાઢ્યા.
ક્રેમલિન સમર્થિત દુષ્પ્રચાર ઝુંબેશ: 2016માં યુએસ પ્રમુખપદની ચૂંટણીની તપાસ કરતી હાઉસ ઇન્ટેલિજન્સ કમિટીએ 3,500થી વધુ જાહેરાતો જાહેર કરી હતી જેણે યુએસ રાજકારણને પ્રભાવિત કરવા માટે ખોટા દાવા કર્યા હતા. આ જાહેરાતો 2015 અને 2017ની વચ્ચે ક્રેમલિન સમર્થિત ટ્રોલ ફર્મ દ્વારા બનાવવામાં આવી હતી.
રિપબ્લિકન ઉમેદવાર રોન ડીસેન્ટિસ ડીસેન્ટિસે ડોનાલ્ડ ટ્રમ્પને એક જાહેરાતમાં ડો. એન્થોની ફાઉસીને ગળે લગાવતા દર્શાવ્યા હતા. આ ફોટો સંપૂર્ણપણે એઆઈથી જનરેટ કરવામાં આવ્યો હતો. ડૉ. ફાઉસી ટ્રમ્પની કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય હતા. કોરોના મહામારી શરૂઆતમાં તેમના ઘણા નિર્ણયો વિવાદિત હતા.
ડીસેન્ટિસના સમર્થકોએ એઆઈનો ઉપયોગ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અવાજની નકલ કરી. આ જાહેરાતમાં ટ્રમ્પને માત્ર રિપબ્લિકન પર જ પ્રહારો કરતા સાંભળવામાં આવ્યા હતા.
2019માં અમેરિકન સ્પીકર નેન્સી પેલોસીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે એક ઈવેન્ટમાં નશામાં જોવા મળ્યાં હતાં. વીડિયો એડિટ કર્યો અને અવાજ બદલ્યો જેથી તેઓ નશામાં દેખાય.
એઆઈનો આ ઉપયોગ સૌથી વધુ વિનાશક છે. કોઈ પણ વ્યક્તિના ચહેરાના હાવભાવને એઆઈ દ્વારા બદલી શકાય છે. જેમ કે કોઈનો સામાન્ય ચહેરો હસતો બતાવવો. એઆઈ વડે નકલી ફોટા બનાવવા ખૂબ જ સરળ છે. 2. જાહેરાતો અને પત્રો લખવામાં મદદ: એઆઈ જાહેરાતો બનાવવા અને પત્રો લખવામાં મદદ કરે છે. ડેમોક્રેટિક પાર્ટીએ ફંડ એકત્રીકરણ અભિયાનનો મુસદ્દો તૈયાર કરવા માટે એઆઈનો ઉપયોગ કર્યો. એઆઈ માણસો કરતાં વધુ સારા પત્રો લખે છે. 3. મતદારયાદી, ડેટા એકત્રીકરણ કરવામાં ખૂબ જ મદદરૂપ : એઆઈ મતદારયાદીઓ તૈયાર કરવામાં, ડેટા એકત્રીકરણ અને ઉમેદવારોની પહોંચનું વિશ્લેષણ કરવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે.
એઆઈ મતદાર ડેટામાં ઘણો ફાળો આપી શકે છે. હાલમાં પક્ષો એન્ટરપ્રાઇઝ સ્તરે ડેટા માઇનિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. ચેટજીપીટી પ્લસ જેવા સસ્તા અને ઉપયોગમાં સરળ કોડ ઈન્ટરપ્રીટર ઉપયોગી સાબિત થઈ શકે છે.