અમેરિકા નાદાર થવાનું જોખમ ટળ્યું:લોન મર્યાદામાં ૨ વર્ષનો વધારો થશે, સ્પીકરે કહ્યું- સરકારની મનમરજીની બંધ થશે

  • નવો ટેક્સ નહીં લગાવવામાં આવશે

વોશિંગ્ટન : અમેરિકા નાદાર થવાનું જોખમ હાલ પૂરતું ટળી ગયું છે. શનિવારે રાષ્ટ્રપતિ જો બાઈડેન અને રિપબ્લિકન પાર્ટીના સ્પીકર કેવિન મેકકાર્થી વચ્ચે ૨ વર્ષ માટે દેવાની મર્યાદા વધારવા માટે સમજૂતી થઈ છે. આ દરમિયાન સરકારી ખર્ચમાં ઘટાડો થશે. આ ડીલ સાથે સરકારે લોનની મર્યાદા એટલી વધારી દીધી છે કે આગામી વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ મુશ્કેલી ન પડે. અમેરિકામાં વર્તમાન દેવાની મર્યાદા ૩૧.૪ ટ્રિલિયન ડોલર છે. ડીલ ફાઇનલ થયા બાદ બુધવારે યુએસ સંસદમાં તેના પર વોટિંગ થશે. આ પહેલા શનિવારે ડીલ માટે બાઈડેન અને મેકકાર્થી વચ્ચે લગભગ ૯૦ મિનિટ સુધી ફોન પર વાતચીત થઈ હતી.

કેપિટલ ઓફિસની બહાર પ્રેસ કોન્ફરન્સમાં મેકકાર્થીએ કહ્યું- અમે એક ઐતિહાસિક કરાર કર્યો છે. આનાથી સરકારી ખર્ચમાં ઘટાડો થશે અને અમેરિકન લોકોને ગરીબીમાંથી બહાર આવવામાં મદદ મળશે. આ સાથે સરકારની મનમરજી પર અંકુશમાં લાગશે અને જનતા પર કોઈ નવો કર લાદવામાં આવશે નહીં.

સ્પીકર મેકકાર્થીએ ટ્વિટ કરીને કહ્યું- મેં રાષ્ટ્રપતિ સાથે વાત કરી. મહિનાઓ સુધી સમય બરબાદ કર્યા બાદ આખરે તેઓ એક કરાર માટે સંમત થયા છે જે દેશના લોકોના હિતમાં છે. તેમણે કહ્યું કે અમારે ડીલ પર રાતોરાત કામ કરવું પડશે અને તેનું બિલ તૈયાર કરવું પડશે, જેથી બુધવારે તેના પર મતદાન થઈ શકે. કોંગ્રેસમાંથી પસાર થયા બાદ આ બિલને રાષ્ટ્રપતિ બાઈડેનને હસ્તાક્ષર માટે મોકલવામાં આવશે. ખરેખરમાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ એટલે કે નીચલા ગૃહમાં બાઈડેનની પાર્ટીના સાંસદોની સંખ્યા ઓછી છે. આવી સ્થિતિમાં તેઓ વિરોધ પક્ષોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે ટ્રમ્પની પાર્ટીના સાંસદોએ માંગ કરી હતી કે બાઈડેન સરકાર ખર્ચમાં ઘટાડો કરે, તો જ તેઓ દેવું વધારવાનું સમર્થન કરશે.એપ્રિલમાં, રિપબ્લિકન પાર્ટીએ એક ખરડો પસાર કર્યો હતો જેમાં દેવાની ટોચમર્યાદા વધારવાની દરખાસ્ત કરવામાં આવી હતી જો બાઈડેન તેના સ્વાસ્થ્ય, ક્લાઈમેટ ચેન્જ અને સામાજિક કાર્યક્રમોમાં ૧૪% ઘટાડવા માટે સંમત થાય. રિપબ્લિકન પાર્ટીએ અર્થતંત્ર પર સતત ડેમોક્રેટ્સને ઘેર કહી છે.

અમેરિકામાં સરકારના દેવાની મર્યાદા છે. તે દેશ ચલાવવા માટે તેનાથી વધુ લોન લઈ શકે નહીં. વર્ષોથી સરકારને કેશલેસ થવાથી બચાવવા માટે આ મર્યાદા ઘણી વખત વધારવામાં આવી છે. યુએસએ આ ત્રિમાસિક ગાળામાં ૭૨૬ બિલિયન લોન લેવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ જાન્યુઆરીમાં રજૂ કરાયેલા અંદાજ કરતાં ૪૪૯ બિલિયન ડોલર વધુ છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર અમેરિકાની બજેટ ખાધ ઘણી વધારે છે. મતલબ કે સરકારનો ખર્ચ તેની કમાણી કરતા ઘણો વધારે છે. આ કારણે તેણે પોતાના કામકાજ માટે લોન લેવી પડે છે.

અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ મુજબ માર્ચ ૨૦૨૩માં ત્યાંની સરકારની બજેટ ખાધ ૩૦ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. સંશોધન કેન્દ્ર PEW  મુજબ, ૨૦૨૨માં અમેરિકાની જીડીપી પર ૧૨૧% દેવું હતી. આના પરથી સમજી શકાય છે કે ત્યાંની સરકાર પોતાના ખર્ચ માટે દેવા પર કેટલી હદે નિર્ભર છે.

૨૦૧૯ થી ૨૦૨૧ સુધી અમેરિકા પર દેવું વધવાના ઘણા કારણો છે. વિકસિત દેશો આવક મેળવવા માટે લોન માર્કેટમાં નાણાંનું રોકાણ કરે છે. આ સાથે બેરોજગારીમાં વધારો, વ્યાજ દરમાં ઘટાડો જેવા કારણોથી સરકાર પર દેવું પણ વધે છે. વ્યાજ દરમાં ઘટાડાથી અમેરિકામાં મોંઘવારી વધી છે. સરકારે ખર્ચ રોકવાને બદલે લોન લઈને તેની ભરપાઈ કરી. ૨૦૧૯માં કોર્પોરેટ ટેક્સ ૩૫% થી ઘટાડીને ૨૧% કરવામાં આવ્યો.

આ તરફ અમેરિકાએ છેલ્લા એક દાયકામાં વિશ્ર્વમાં શક્તિશાળી કહેવા માટે ઘણા પૈસા ખર્ચ્યા છે. હાલમાં અમેરિકાએ રશિયા સામે યુક્રેનને કરોડોની મદદ આપી છે. જ્યારે, ચીન સામે લડવા માટે તાઇવાન માટે ઘણો ખર્ચ કરવામાં આવ્યો છે.