વોશિગ્ટન,
અમેરિકામાં એક બાદ એક ગોળીબારની ઘટના સામે આવી રહી છે. એક વાર ફરી વોશિંગટન સ્ટેટમાં યાકિમા શહેરમાં ગોળીબારીની ખબર સામે આવી છે. એક ગોળીબારી કંવીનિયસ સ્ટોરમાં ઇ છે. જેમાં ૩ લોકોના માર્યા જવાની ખબર સામે આવી છે હુમલા ખોર સ્ટોરમાં ૨૧ લોકો પર ફાયરીગ શરૂ કરી દિધુ હતુ. પોલીસે જણાવ્યુ હતુ કે, હુમલા ખોર ઘટમાસ્થળેથી ફરાર થઇ ગયો છે. ઘટના બાદ યાકિમા પોલીસ ડિપાર્ટમેન્ટને બોલાવામાં આવ્યા હતા. પોલીસ જ્યારે ત્યાં પહોચી તો ત્યાં ત્રણ મૃત લોકો મળી આવ્યા હતા. પોલીસ ચીફ મૈથ્યૂ મરેએ જણાવ્યુ હતુ કે, ઘટના બાદ યાકિમ પોલીસને આની જાણકારી આપવામાં આવી છે. ત્યાર બાદ સવારે ૩:૩૦ વાગ્યે સર્કલ સ્ટોર જે શહેરના પૂર્વ વિસ્તારમાં છે. ત્યા પોલીસની ટીમ પહોચી હતી. જ્યા સ્ટોરની અંદર અને બહાર ત્રણ મૃતદેહ મળ્યા હતા. આ ગોળીબારી કોઇ પણ વિવાદ વગર કરવામાં આવી છે. જે લોકો પર આ ગોળી બારીનો આરોપ છે. તેનો હુમલા ખોર સાથે કોઇ જ વિવાદ થયો નહોતો.
જણાવી દઇએ કે, યાકિમામાં ગોળીબારીની આવી ઘટના પહેલા ક્યારેય નથી જોવા મળી. આ અંદાજે ૯૬૦૦૦ લોકો રહેતા હતા. અમેરિકામાં છેલ્લા થોડા દિવસોમાં આ પ્રકારની ઘણી ઘટના સામે આવી ચૂકી છે. ઉત્તર કેલિફોર્નિયા માં હાફ મૂન વિસ્તારમાં બે જગ્યાએ ગોળીબારીની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ ૭ લોકોની ઘટના સ્થળે જ મોત થઇ ગઇ હતી. જ્યારે અન્ય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.