
મુંબઇ,
શિવસેનામાં બળવો અને મહા વિકાસ આઘાડના પતનને કારણે રાજ્યમાં શિંદે-ફડણવીસ સરકારની રચના બાદ રાજ્ય તેમ જ દેશમાં એકનાથ શિંદેના નામની ચર્ચા થઈ રહી છે. જો કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે ચાહકો માત્ર રાજ્ય અને દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ છે. આજે રાજ્યના મુખ્યપ્રધાન એકનાથ શિંદેનો જન્મદિવસ હતો અને અવસર પર માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, પણ વિદેશમાં પણ લોકો ઉત્સાહિત છે. અકનાથ શિંદેના જન્મદિવસના એક દિવસ પહેલાં સમુદ્ર પાર અમેરિકામાં વિશ્ર્વ-પ્રસિદ્ધ ટાઇમ્સ સ્ક્વેર ખાતે કેટલાક યુવાનોએ એકનાથ શિંદેને શુભેચ્છા પાઠવતા બેનર પકડ્યા હતા અને તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ તસવીરો હાલમાં ચર્ચાનો વિષય બની રહી છે.
થાણેના યુવા સેના કોર કમિટીના સભ્ય નીતિન લાંડગેના કેટલાક મિત્રોએ ટાઈમ્સ સ્ક્વેર ખાતે મુખ્યપ્રધાનનો જન્મદિવસ ઊજવવાનું નક્કી કર્યું. તેમાં અભિનવ જૈન, રાજીવ પંડ્યા, રૂચિતા જૈન જેવા યુવાનોનો સામેલ છે. તે બધા કામ માટે ન્યુયોર્કમાં છે. તેથી તેમણે ટાઈમ્સ સ્ક્વેર પર જઈને કેક કાપીને એકનાથ શિંદેના જન્મદિવસની ઉજવણી કરી હતી.
એકનાથ શિંદે વિશે તેમની લાગણી વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, “એકનાથ શિંદેએ મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી ખૂબ જ ટૂંકા ગાળામાં ઉતાવળા નિર્ણયો લીધા છે. તેથી, એકનાથ શિંદેએ માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્ર્વમાં રહેતા મરાઠી બિન-મરાઠી લોકોના હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. તેથી જ અમે તેમનો જન્મદિવસ ન્યૂયોર્કમાં ઊજવવાનું નક્કી કર્યું છે.” એટલું જ નહીં, આ યુવાનોએ એકનાથ શિંદેને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા બેનરો બનાવ્યા અને ટાઇમ્સ સ્ક્વેર અને ગ્રાન્ડ સેન્ટ્રલ પર પ્રદર્શિત પણ કર્યા. યુવાનોએ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાનને તેમના ખાસ જન્મદિવસે દિવસે ભેટ આપવા માટે અહીં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.