ટેકસાસ,
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં બે વિન્ટેજ પ્લેન ક્રેશ થયા હોવાના અહેવાલ છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને આ જાણકારી આપી. FAA અનુસાર, ડલ્લાસ એક્ઝિક્યુટિવ એરપોર્ટ પર એર શો દરમિયાન આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ અંગે હાલમાં કોઈ માહિતી નથી. હવામાં એકબીજા સાથે અથડાયા બાદ બંને પ્લેન જમીન પર તુટી પડ્યા હતા. જે બાદ તેમાં આગ લાગી હતી.
આ પછી, એક ડઝનથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓને એરપોર્ટ પર બોલાવવામાં આવી હતી, જેથી પ્લેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવી શકાય. આ ઘટના સ્થાનિક સમય અનુસાર બપોરે ૧.૨૦ વાગ્યાની આસપાસ બની હતી. FAA એફએએ અનુસાર, એક બોઈંગ બી-૧૭ લાઈંગ ફોર્ટ્રેસ અને બેલ પી-૬૩ કિંગકોબ્રા ટકરાયા હતા. હવામાં અથડાયા બાદ બંને પ્લેન જમીન પર પડી ગયા હતા. આ ઘટના બાદ ડલ્લાસ એક્ઝિક્યુટિવ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણકારી મળ્યા બાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઇમરજન્સી કર્મચારીઓ ડલ્લાસ એરપોર્ટ પર પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે બંને પ્લેન એકબીજા સાથે અથડાયા બાદ જમીન પર પડ્યા હતા. જે બાદ તેમાં આગ લાગી હતી.
જમીન પર પડ્યા બાદ બંને પ્લેન આગમાં લપેટાઈ ચૂક્યા હતા. ધુમાડાના ગોટેગોટા દુરથી જોઈ શકાતા હતા. પ્લેન ટકરાઈને જમીન પર તુટી પડ્યા બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ઘટના બાદ એરપોર્ટ પર સેંકડો લોકો એકઠા થઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં તે જાણી શકાયું નથી કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા. FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેટી બોર્ડ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.