- .હું એ જાણીને ખુશ છું કે તે સુરક્ષિત છે. હું તેમના અને તેમના પરિવાર માટે અને રેલીમાં સામેલ દરેક વ્યક્તિ માટે પ્રાર્થના કરું છું,બાઇડેન
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રંપની રેલી પર ગોળીબારની ઘટનાથી હડકંપ મચી ગયો છે. ગોળીબારમાં ડોનાલ્ડ ટ્રંપ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હુમલા બાદ ટ્રંપનો ચહેરો લોહી લોહીવાળો થઈ ગયો હતો.ગોળી તેમના કાનને અડીને નિકળી ગઇ હતી ગોળી વાગતા તેમના કાનમાંથી ઘણુ લોહિ વહી ગયું હતું. ટ્રમ્પ પેન્સિલવેનિયામાં રેલી કરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. રેલીમાં તેમના પર એક બાદ એક ધડાધડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. જોકે, હુમલાખોરોમાં સામેલ એકનું મૃત્યુ થયું છે અને એક ગંભીર હાલતમાં છે. અમેરિકન પોલીસ દ્વારા એક શૂટરને ઘટના સ્થળે જ ઠાર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, પેન્સિલ્વેનિયાના બટલરમાં એક રેલી દરમિયાન ટ્રંપને ગોળી વાગી છે. જ્યારે તે બટલરમાં સ્ટેજ પર બોલી રહ્યા હતા ત્યારે જોરદાર ધડાકો સંભળાયો અને ગોળીબાર થયો હતો ટ્રંપ નીચે ઝૂકી ગયા. જોકે સિક્રેટ સવસના એજન્ટ ટ્રંપને કવર કરવા માટે તરત જ પહોંચ્યા હતાં. જ્યારે એજન્ટોએ ટ્રંપને સંભાળ્યા અને તેમને ઊભા કરવામાં મદદ કરી, ત્યારે ટ્રંપના ચહેરા અને કાન પર લોહી દેખાતું હતું.
આ દરમિયાન ટ્રંપે મુઠ્ઠી પકડીને હવામાં લહેરાવી હતી. આ પછી, સિક્રેટ એજન્ટો ટ્રંપને સ્ટેજ પરથી ઉતારી, કારમાં બેસાડી ત્યાંથી લઈ ગયા. સૂત્રોના જણાવ્યા અનુસાર એફબીઆઈ, સિક્રેટ સર્વિસ અને એટીએફ આ કેસની તપાસ કરી રહી છે.એવું કહેવાય છે કે એક શૂટર ભીડમાં હતો જ્યારે બીજો શૂટર ત્યાં એક બિલ્ડિંગની છત પર હાજર હતો. શૂટર ટ્રમ્પથી ૧૦૦ ફૂટ દૂર આવેલી બિલ્ડિંગની છત પર હતો. ત્યાંથી તેણે ટ્રમ્પ પર નિશાન સાધ્યું હતું. સિક્રેટ સવસે બંને શૂટરોને મારી નાખ્યા છે. ગોળી માર્યા બાદ પણ ટ્રમ્પે નારા લગાવવાનું ચાલુ રાખ્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ પર ગોળીબાર બાદ ન્યૂયોર્કમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે.
આ ઘટનાને હત્યાના પ્રયાસ તરીકે તપાસવામાં આવી રહી છે. અમેરિકાની સિક્રેટ સવસે કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રંપ સુરક્ષિત છે અને તેમની આસપાસ સુરક્ષાના પગલા લેવામાં આવ્યા છે. બટલર કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટર્ની રિચાર્ડ એ. ગોલ્ડિંગરે પુષ્ટિ કરી છે કે શૂટર માર્યો ગયો છે. આ સાથે રેલીમાં હાજર એક વ્યક્તિનું પણ મોત થયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આ ઘટના અંગે પ્રેસ બ્રીફિંગ કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકામાં આ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી. આપણે એક દેશ તરીકે એક થવું જોઈએ અને તેની નિંદા કરવી જોઈએ. હું એ જાણીને ખુશ છું કે તે સુરક્ષિત છે. હું તેમના અને તેમના પરિવાર માટે અને રેલીમાં સામેલ દરેક વ્યક્તિ માટે પ્રાર્થના કરું છું. જીલ અને હું તેમને સલામતી સુધી પહોંચાડવા માટે સિક્રેટ સવસના આભારી છીએ. અમેરિકામાં આ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી. જો કે, અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નજીક છે ત્યારે રાષ્ટ્રપતિ પદના મુખ્ય ઉમેદવારમાંથી એક ટ્રંપ પર હુમલો થતા માહોલ ગરમાયો છે.
જયારે ટ્રમ્પે ઘટના બાદ જણાવ્યું હતું કે ’હું યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સવસ અને તમામ કાયદા અમલીકરણ એજન્સીઓનો આભાર માનું છું કે જેમણે બટલર, પેન્સિલવેનિયામાં ગોળીબારમાં તરત જ પ્રતિક્રિયા આપી. હું રેલીમાં માર્યા ગયેલા વ્યક્તિના પરિવાર પ્રત્યે અને ઘાયલ થયેલા અન્ય વ્યક્તિના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. આપણા દેશમાં આવું કૃત્ય થાય તે માનવામાં ન આવે. હાલમાં માર્યા ગયેલા હુમલાખોર વિશે કંઈ જાણવા મળ્યું નથી. મારા જમણા કાનના ઉપરના ભાગમાં ગોળી વાગી હતી. મને તરત જ સમજાયું કે કંઈક ખોટું છે કારણ કે મેં જોરથી બંદૂકની ગોળી સાંભળી અને તરત જ સમજાયું કે ગોળી ચામડીને વીંધી ગઈ છે. મને સમજાયું કે મને ઘણું લોહી વહી રહ્યું છે. ભગવાન અમેરિકા બચાવો!’
દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ સાથે વાત કરી આ ઘટનાની નિંદા કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે અમેરિકન લોકશાહીમાં રાજકીય હિંસા માટે બિલકુલ જગ્યા નથી. અમે હજુ પણ જાણતા નથી કે પેન્સિલવેનિયા રેલીમાં શું થયું હતું, પરંતુ અમે બધા એ જાણીને રાહતનો શ્ર્વાસ લઈ શકીએ છીએ કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગંભીર રીતે ઘાયલ થયા નથી. ઓબામાએ કહ્યું, આ સમયે આપણે આપણી રાજનીતિમાં શિષ્ટાચાર અને આદર માટે ફરીથી પ્રતિબદ્ધ થવું જોઈએ. મિશેલ અને હું તેના ઝડપી સ્વસ્થ થવાની ઈચ્છા રાખીએ છીએ.હું એ જાણીને ખુશ છું કે તે સુરક્ષિત છે. હું તેમના અને તેમના પરિવાર માટે અને રેલીમાં સામેલ દરેક વ્યક્તિ માટે પ્રાર્થના કરું છું.
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ આ ઘટનાને ઘૃણાસ્પદ ગણાવી છે. તેમણે કહ્યું કે દેશમાં આવી હિંસા માટે કોઈ સ્થાન નથી. કમલા હેરિસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને કહ્યું કે, ’મને પેન્સિલવેનિયામાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યક્રમમાં ગોળીબારની માહિતી મળી છે. રાહત કે તેને ગંભીર ઈજા નથી. અમે તેમના માટે, તેમના પરિવારજનો અને આ અણસમજુ ગોળીબારમાં ઘાયલ થયેલા અને અસરગ્રસ્ત તમામ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ.
હેરિસે તેના ઝડપી પ્રતિસાદ માટે યુએસ સિક્રેટ સવસનો પણ આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું, ’અમે યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સવસ, પ્રથમ પ્રતિસાદ આપનારા અને સ્થાનિક સત્તાવાળાઓની તાત્કાલિક કાર્યવાહી માટે આભારી છીએ. આપણા દેશમાં આ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી. આપણે બધાએ આ દુ:ખદ કૃત્યની નિંદા કરવી જોઈએ અને તે વધુ હિંસા તરફ દોરી ન જાય તેની ખાતરી કરવા માટે અમારો ભાગ ભજવવો જોઈએ.
ચૂંટણી રેલી દરમિયાન અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા પર ચિંતા વ્યક્ત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું કે તેઓ તેમના ’મિત્ર’ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને લઈને ખૂબ જ ચિંતિત છે. તેમણે આ ઘટનાની નિંદા પણ કરી હતી. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાથી હું ખૂબ જ ચિંતિત છું. હું આ ઘટનાની સખત નિંદા કરું છું. રાજનીતિ અને લોકશાહીમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. હું તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. વડાપ્રધાને આ ઘટનામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી. અમારી પ્રાર્થના અમેરિકન લોકો માટે બહાર જાય છે, તેમણે કહ્યું.
બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. રાહુલે કહ્યું કે હું પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રયાસથી ચિંતિત છું. આવી ઘટનાઓની આકરી ટીકા થવી જોઈએ. હું તેને ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું.