નેવાદા,
એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. આ વિમાન દુર્ઘટનામાં મેડિકલ સ્ટાફ અને એક દર્દી સહિત કુલ ૫ લોકો મૃત્યુ પામ્યા હતા. વિમાન દ્વારા એમ્બ્યુલન્સ સેવા આપતી કંપનીએ માહિતી આપી હતી. લ્યોન કાઉન્ટી શેરિફના કાર્યાલયે જણાવ્યું કે અધિકારીઓને રાતે ૯.૧૫ વાગ્યે સ્ટેજકોચ, નેવાદા નજીક કાટમાળ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે સ્ટેજકોચમાં આશરે ૨૫૦૦ લોકો રહે છે. આ શહેર રેનોથી આશરે ૭૨ કિલોમીટર દૂર છે.
માહિતી અનુસાર આ વિમાન દુર્ઘટનાના તમામ મૃતકોના પરિવારોને માહિતી આપી દેવામાં આવી હતી. શહેરના અધિકારીઓએ કહ્યું કે અમે તેમના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ. ઉલ્લેનખીય છે કે લ્યોન કાઉન્ટીના અમુક ભાગો સહિત નેવાદા માટે રાષ્ટ્રીય હવામાન વિભાગ દ્વારા વિન્ટર સ્ટ્રોમની આગાહી વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ વિસ્તારમાં ભારે હિમવર્ષા પણ થઈ રહી છે.