અમેરિકામાં મૂળ નવસારીના મોટલ માલિકને સ્થાનિકે પંચ મારીને મોતને ઘાટ ઉતાર્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ બન્યો છે. અમેરિકાના ઓકલાહો શહેરમાં હત્યાની ઘટના બની છે. મૂળ નવસારીના બિલીમોરાના હેમંત મિીની હત્યા કરાઈ છે. કચરો ઉઠાવવા જેવી નજીબી બાબતમાં હેમંત મિીને માથાકૂટ થઈ હતી. જેમાં વિદેશી વ્યક્તિએ હેમંત મિીને મારતા તેઓ નીચે પટકાયા હતા. નીચે પડતાની સાથે બેભાન થયા બાદ મૃત્યુ નિપજ્યું હુતં. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે.

વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ બીલીમોરના હેમંત મિી અમેરિકાનાં ઓકલાહોમા શહેરમાં રહેતા હતા. તેઓ આ શહેરમાં પોતાની મોટલ ધરાવે છે. કચરો ઉઠાવવાની નજીવી બાબતે રિચર્ડ લેવિસ નામના વ્યક્તિએ મોટલ માલિક હેમંત મિીને જોરદાર પંચ માર્યો હતો. રિચર્ડના પંચથી મોટેલ માલિક હેમંત જમીન પર પટકાતા બેભાન થયા હતા.

તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા, પણ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી રિચર્ડ લેવિસની ધરપકડ કરી છે. તો બીજી તરફ, બીલીમોરામાં હેમંત મિીના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે.

વિદેશની ધરતી ગુજરાતીઓ માટે સલામત રહી નથી. છતાં ગુજરાતીઓનો વિદેશ જવાનો મોહ ઘટતો નથી. વિદેશમાં વધુ એક ગુજરાતીને નિર્દતાથી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બની છે. તેમાં પણ અમેરિકાની ધરતી તો પહેલાથી જ ગુજરાતીઓ માટે અસલામત રહી છે. આવામાં વધુ એક ગુજરાતીની અમેરિકામાં નિર્દયી રીતે હત્યા કરવામાં આવી છે. હેમંત મિીના મોતથી સ્થાનિક ગુજરાતીઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે.