ટેક્સાસ,અમેરિકામાં દરરોજ ગોળીઓની નવી લહેર જોવા મળી રહી છે. તાજેતરનો કિસ્સો મીસીસિપ્પી ગલ્ફ કોસ્ટથી આવ્યો હતો જ્યાં ગોળીબાર થયો હતો અને બે યુવકોના મોત થયા હતા. આ ગોળીબારમાં અમેરિકી પોલીસે ૧૯ વર્ષના યુવકની ધરપકડ કરી છે. બે સેન્ટ લુઇસમાં મીસીસિપ્પી ગલ્ફ કોસ્ટ પર એક ઘરમાં પાર્ટી દરમિયાન આ ઘટના બની હતી. રવિવારે વહેલી સવારે પાર્ટી દરમિયાન ઘરમાં થયેલા ગોળીબારમાં બે કિશોરોના મોત થયા હતા, જ્યારે અન્ય ચાર ઘાયલ હોવાનું કહેવાય છે.
પાસ ક્રિશ્ર્ચિયન સિટીના કેમેરોન એવરેસ્ટ બ્રાન્ડ, જેલના રેકોર્ડ મુજબ, હત્યા અને ઉગ્ર હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો છે. બે સેન્ટ લૂઈસના પોલીસ વડા ટોબી શ્ર્વાર્ટઝે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે પોલીસે પ્રત્યક્ષદર્શી અને પીડિતાના નિવેદનના આધારે બ્રાન્ડની ઓળખ કરી છે. આ ઘટના તેણે એકલા હાથે કરી હતી. શ્ર્વાર્ટઝે જણાવ્યું હતું કે ૧૮ વર્ષીય અને ૧૬ વર્ષીયનું ન્યૂ ઓલયન્સની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
પોલીસે જણાવ્યું કે આરોપી બ્રાન્ડને તેના ઘરેથી ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. કોર્ટે તેને જામીન આપવાનો ઈક્ધાર કરી દીધો છે. આ ઘટના ત્યારે બની જ્યારે વિદ્યાર્થીઓ એક ઘરે પાર્ટી માટે ભેગા થયા હતા. પોલીસે જણાવ્યું કે ફાયરિંગમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના કુલ છ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. જેમાંથી બેના હોસ્પિટલમાં મોત થયા હતા.
આ પહેલા અમેરિકાના ટેક્સાસ રાજ્યના ક્લેવલેન્ડમાં એક વ્યક્તિએ રાઈફલ લઈને પડોશીઓ પર ગોળીબાર કર્યો હતો. જે બાદ ૮ વર્ષના બાળક સહિત ૫ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના રાત્રે બની હતી જ્યારે ઘરના પાછળના ભાગે ફાયરિંગ કરનાર વ્યક્તિને તેના પાડોશીઓએ ફાયરિંગ બંધ કરવા કહ્યું હતું.