અમેરિકાના કનસાસમાં અંધાધૂંધ ફાયરિંગ: ૨ના મોત, ૨૦થી વધુ ઘાયલ

વોશિગ્ટન, અમેરિકાનાં કનસાસ શહેરમાં ગોળીબારની એક ઘટનામાં ૨ લોકોનાં મૃત્યુ થયા છે. આ ઘટનામાં અન્ય ૨૨ લોકો ઘાયલ થયા છે. જેમાં ૮ બાળકો હતા. ગોળીબારની આ ઘટના એક સ્પોર્ટ્સ ઈવેન્ટ ’સિટી ચીક્સ સુપર બાઉલ’ દરમિયાન ઘટી હતી. કનસાસ શહેરનાં પોલીસ સ્ટેસી ગ્રૈવ્સે કહ્યું કે, આ ઘટનાને લઈને ત્રણ લોકોને ગિરફતાર કરવામાં આવ્યા છે. તેણે આગળ જણાવ્યું કે કાર્યક્રમમાં સામેલ થયેલ લોકોએ આ શંકાસ્પદ વ્યક્તિને પકડવામાં મદદ કરી છે.

ગ્રૈવ્સે કહ્યું કે આજે જે પણ થયું મને તેનું ઘણું દુ:ખ છે. જે લોકો અહિયાં આવ્યા હતા તેમને સુરક્ષિત વાતાવરણની આશા હતી. હાલ પોલીસે ગિરફતાર કરેલ લોકોની કોઈ પણ જાણકારી જાહેર કરી નથી.

પોલીસે એ પણ નથી જણાવ્યું કે આ ગોળીબાર કરવાની પાછળ આ લોકોનો શું ઉદ્દેશ્ય હતો. આ પહેલા પણ ગયા વર્ષે શહેરમાં એમબીએ ચેમ્પિયનશિપ સમયે ગોળીબાર થયો હતો. તે સમયે પણ કેટલાક લોકો ઘાયલ થયા હતા. સોશિયલ મિડીયા પર ગોળીબારને કારણે ભાગતા લોકોનાં વિડીયો ખૂબ વાયરલ થયા હતા.