વૉશિંગ્ટન,
અમેરિકાની મયવર્તી ચૂંટણીમાં ભારતીય મૂળની અરુણા મિલરે લેટનન્ટ ગવર્નર બનીને ઈતિહાસ રચી દીધો છે. ભારતીય-અમેરિકી મહિલા અરુણા મિલર મેરીલેન્ડમાં લેટનન્ટ ગવર્નરનુ પદ સંભાળનાર પહેલા અપ્રવાસી બની ગયા છે. તમને જણાવી દઈએ કે અમેરિકાના લાખો મતદારોએ ગવર્રન, સેક્રેટરી ઑફ સ્ટેટ અને અન્ય કાર્યાલયોના પ્રમુખ ચૂંટવા માટે મતદાન કર્યુ છે. ભારતીય મૂળના અમેરિકી અમી બેરા, રાજા કૃષ્ણમૂત, રો ખન્ના અને પ્રમિલા જયપાલ પણ ફરીથી ચૂંટાવાની સંભાવના છે.
૫૮ વર્ષીય ડેમોક્રેટ અરુણા મિલરનો જન્મ ૬ નવેમ્બર ૧૯૬૪ના રોજ આંધ્ર પ્રદેશમાં થયો હતો. તેઓ સાત વર્ષની ઉંમરે તેમના માતા-પિતા સાથે અમેરિકા ગયા હતા. ૧૯૮૯માં તેમણે મિઝોરી યુનિવસટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલૉજીમાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. તેમણે મોન્ટગોમરી કાઉન્ટીમાં સ્થાનિક પરિવહન વિભાગ માટે ૨૫ વર્ષ સુધી કામ કર્યુ. અરુણા મિલરે ૨૦૧૦થી ૨૦૧૮ દરમિયાન મેરીલેન્ડ હાઉસ ઑફ ડેલિગેટ્સમાં ૧૫ જિલ્લાઓનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ. ૨૦૧૮માં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તેમને ડેમોક્રેટ્સ વતી ગવર્નર પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. અરુણાએ ડેવિડ મિલર નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. મિલર દંપત્તિને ત્રણ પુત્રીઓ છે.