લોક્સભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સતત ત્રીજીવાર જીત માટે વિશ્વભરમાંથી અભિનંદન પાઠવવાનો સિલસિલો ચાલુ છે. નરેન્દ્ર મોદી ફરીથી ભારતના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. જો કે આ વખતે તેમની પાર્ટી બીજેપીને પોતાના દમ પર બહુમતી મળી નથી પરંતુ તેના કાર્યકરો અને સમર્થકો એનડીએની બહુમતીનો જશ્ર્ન મનાવી રહ્યા છે. અમેરિકન સિંગર અને હોલીવુડ અભિનેત્રી મેરી મિલબેને પણ વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા છે. ગાયકે ઠ લખ્યું છે કે તમને ભગવાન દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. મેરી મિલબેને ઠ પર લખ્યું, “મારા પ્રિય ભારતીયો, નમસ્તે. આજનો દિવસ ભારત અને વિશ્વ માટે ઐતિહાસિક દિવસ છે. મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફરી ચૂટાયા આ નવા ભારતની શરૂઆત છે.
વડાપ્રધાન મોદી, હું અમેરિકાની પહેલો વ્યક્તિ છું જેણે તમને ફરીથી ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે. હું તમારા માટે ખૂબ જ ખુશ છું. તમે ભારતના ચૂંટાયેલા નેતા છો, જે ભગવાન દ્વારા અને પછી ભારતના લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. સમગ્ર વિશ્ર્વમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે તમે યુએસ-ભારત સંબંધો અને વિશ્વ સ્થિરતા માટે શ્રેષ્ઠ નેતા છો. હું આશા રાખું છું કે તમે ભગવાનના એમ્બેસેડર તરીકે આગળ વધશો. ભગવાનની સેવામાં તમે ભારતના લોકોને નિરાશ નહીં કરશો. તમને ૧૪૦ કરોડ લોકોની સેવા કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે.
મેરીએ કહ્યું, તમે વિશ્વ ના સૌથી લોકપ્રિય દેશ અને ૫મી સૌથી મોટી અર્થવ્યવસ્થા પર શાસન કરતા હોવાથી, તમારી નૈતિક્તા હંમેશા તમને ભારત માટે જે યોગ્ય અને શ્રેષ્ઠ છે તે કરવા પ્રેરણા આપે. તમને વિશ્વના વિવિધ દેશો વચ્ચે શાંતિ અને સદ્ભાવનાના અવાજ તરીકે સ્થાપિત કરો. ભાજપની આગેવાની હેઠળની NDA એ ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં ૨૯૩ બેઠકો સાથે જીત મેળવી છે. ભાજપે ૨૪૦ બેઠકો જીતી હતી. પીએમ મોદી વારાણસીમાં જીત્યા. ટીડીપીને ૧૬ અને જેડીયુને ૧૨ બેઠકો મળી છે. જીત બાદ પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું અને તેમના સમર્થન માટે તેમનો આભાર માન્યો.