વોશિગ્ટન,ભારતીયોમાં વિદેશમાં અભ્યાસ માટે જવાનો અને પછી કાયમ માટે વસી જવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે જેમાં નજીકના દેશો જેમાં યુએઈ વિ.માં કમાણી માટે અને અમેરિકા-કેનેડા વિ.માં અભ્યાસ અને કાયમ વસવા માટે ફેવરીટ સ્થળો બની ગયા છે.
બ્રિટને તો તેની ઈમીગ્રેશન પોલીસી કડક બનાવી છે અને અન્ય દેશો જેવી તક બ્રિટનમાં મર્યાદીત છે પણ આ અંગે થયેલા એક અભ્યાસમાં એ પણ જણાવ્યું છે જેમાં વિદેશમાં થયો છે અને અભ્યાસ બાદ ’કમાણી’ કરે છે તેઓની આવકમાં સ્થાનિક સ્તરે કમાણી કરતા ૧૨૦% નો વધારો થયો છે.
ખાસ કરીને લો-સ્કીલ વર્કર એટલે કે કામદાર પછી ઈલેકટ્રીશ્યન કે પછી તેવી જોબ માટે વિદેશમાં જનારને આવકમાં ચાંદી થઈ છે. આ રીપોર્ટમાં જણાવ્યું છે કે જે લો-સ્કીલ ભારતમાં જેઓ કોઈ નિષ્ણાંત કે સ્પેશ્યાલીસ્ટ તરીકેની શ્રેણીમાં આવતા નથી. તેઓની આવક ૫૦૦% જેવી વધી છે. જો કે ડોલર રૂપિયાનો તફાવત પણ કારણ છે જ. જો કે આ પ્રકારના અભ્યાસમાં જેઓ સીલીકોન વેલી- નાસા કે યુનિ. એજયુકેશન અને રીસર્ચ જેવા ક્ષેત્રમાં અમેરિકા જાય છે તેમનો સમાવેશ થતો નથી પણ તેમની આવકનો લો-સ્કીલ વર્કર કરતા પણ વધુ હશે તે ચોકક્સ છે. વિશ્ર્વભરમાં હવે માઈગ્રેશન વધતુ જાય છે. ખાસ કરીને એશિયન દેશોમાંથી પશ્ર્ચીમના દેશોમાં જનારાની સંખ્યામાં મોટો ઉછાળો થયો છે.
આ સ્થિતિમાં ભારતના લોકો ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સીલ જેઓ સાઉદી અરેબીયા, બહેરીન, ઓમાન, ક્તાર, કુવૈત અને યુએઈનો પણ સમાવેશ થાય છે તેમાં ભારતીયની આવક ૧૧૮% વધી છે. યુએઈમાં ૨૯૮% વધી છે જેની સરખામણીમાં બાંગ્લાદેશી જેઓ મલેશિયામાં સૌથી વધુ વધ્યા છે તેની આવકમાં ૨૦૦% ફિલીપીન્સથી કોરિયામાં વસેલા લોકોની આવક ૨૪૮% અને ન્યુઝીલેન્ડમાં વસેલા લોકોની આવક ૨૬૩% વધી છે. વિશ્ર્વમાં દર વર્ષે ૧૮.૪૦ કરોડ લોકો માઈગ્રેશન કરે છે. જેમણે એક દેશમાંથી બીજા દેશમાં જાય છે જે વિશ્ર્વની વસ્તીના ૨.૩% છે. જેમાં શરણાર્થીઓ પણ સામેલ છે.